અમરેલી

આર એન્ડ બી એ ભગો કર્યો. શાખપુર રોડ ના ખાડા પૂરવા નું કામ રાત્રે ખાડા બદલે લેવલ વાળા રોડ માં ટીંગડા માર્યા

દામનગર ના શાખપુર થી દામનગર રોડ સાઇડે પી ડબલ્યુ વિભાગ દ્વારા ભગો કર્યો અંધારે વિકાસ સાઈડ માં લાગી ગયો  ડામર રોડ માં પડેલા ખાડા પૂરવાનું કામ રાત્રે શરૂ કર્યું ખાડા એમનેમ પડ્યા રહ્યા અને સારા રોડ ઉપર ડામર ના લેપ મારીને જતા રહ્યા ખરાબ રોડના ખાડા સાઈડમાં પડ્યા રહ્યા આ તે કેવો વિકાસ આંધળો કે રઘવાયો તેવો લોકોમાં સવાલ થઈ રહ્યો છે તાત્કાલિક કામ બંધ કરાવી અને શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે

Related Posts