fbpx
ભાવનગર

આર.ટી.ઓ. કચેરી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પને ભાવનગરવાસીઓનોબહોળો પ્રતિસાદ – ૨૦૭ લોકોએ રક્તદાન કર્યું

૩૨ માં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ.કચેરી ભાવનગર
પોલીસ ટ્રાંફિક શાખા તથા સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્કના સયુંકત ઉપક્રમે આર.ટી.ઓ.કચેરી ભાવનગરખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ભાવનગરવાસીઓનો બહોળો પ્રતિસાદસાંપડ્યો હતો. આ તકે રક્તદાતાઓએ ૨૦૭ થી વધુ બોટલ બ્લડ ડોનેટ કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત રૂ.૫ લાખનું ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપનીનું એક્સીડન્ટ ઇન્સ્યોરન્સ કવરદરેક રક્તદાતાઓને વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું. જ્યારે રક્તદાતાઓની નામ નોંધાણીથી લઇરક્તદાન સુધીની તમામ પ્રક્રિયા તેમજ અન્ય સુસંગત વ્યવસ્થા સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારાકરવામાં આવી હતી.તેમજ આર.ટી.ઓ.કચેરી દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાંહતા.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાવનગર બાર કાઉન્સિલના પ્રમુખ હિરેનભાઈ જાની, પી.આઈ. વી.વી.રબારી, પી.એસ.આઈ. આર.જે.રહેવર, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર સર્વ જે.જે.ચુડાસમા, એન.એમ.કાપડિયા, અંકિત પટેલ, અંકિત ચૌધરી, ડી.એચ.કડીકર સહિતના અધિકારીઓતેમજ મહાનુભાવોએ રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વાહન વ્યવહાર અધિકારી શ્રી ડી.એચ.યાદવ, મેડિકલ કોલેજના ડિન શ્રી ડો.હેમંતમહેતા, સર ટી. હોસ્પિટલના અધિક્ષક ડો.નિલેશ પારેખ, શતકવીર રક્તદાતા હનુમંતસિંહ, ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટના અજીતસિંહ વાજા, બ્લડબેન્કના ઇન્ચાર્જ પ્રગ્નેશ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આર.ટી.ઓ.કચેરીની આ અભિનવ પહેલને બિરદાવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા જી.એસ.આર.ટી.સી, ટ્રાફિક બ્રિગેડ, નેશનલ હાઇવે ઓથોરીટી, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન, મોટર ડ્રાઈવિંગ સ્કૂલ એસોસિએશન, ડીલર એસોસિએશન વગેરેનો સહયોગ સાંપડ્યો હતો.

Follow Me:

Related Posts