આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-ED 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૦૪-૧૦-૨૦૨૨ થી તા.૧૦-૧૦-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૦-૧૦-૨૦૨૨ થી તા.૧૨-૧૦-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઇ-ઓક્શનનું પરીણામ તા.૧૨-૧૦-૨૦૨૨ નાં રોજ બહાર પાડવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
આર.ટી.ઓ. કચેરી દ્વારા દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ માટેની અરજીઓ મંગાવાઈ

Recent Comments