fbpx
ભાવનગર

આર.ટી.ઓ. ભાવનગર દ્વારા અલંગ ખાતે જોખમી રીતે માલ પરિવહન કરતાં ૧૧ વાહનો ડિટેઇન કરાયાં

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ભાવનગર દ્વારા વાહન આર.ટી.ઓ. ડી.એચ.યાદવના માર્ગદર્શન હેઠળ અલંગ ખાતે માલ સામાનનું જોખમી તેમજ ઓવરલોડેડ પરિવહન કરતાં વિવિધ પ્રકારના ૧૧ વાહનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી નિકુંજ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અલંગ ખાતે ટ્રેકટર, ટ્રેઈલર, ટ્રક વગેરે જેવા વાહનો પોતાની વાહક ક્ષમતા કરતાં વધુ માત્રામાં માલ ભરીપરિવહન કરતાં હોવાનું તેમજ સ્ક્રેપનો માલ વાહનની બહાર રહે તેમ જોખમી રીતે ભરતાં હોવાનું કચેરીનાધ્યાને આવ્યું હતું.જે અંતર્ગત આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ ત્રણ ટીમોનું ગઠન કરી અલંગ ખાતે વિવિધસ્થળોએ જોખમી તેમજ ઓવેરલોડેડ વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગતતા.૨૮ ના રોજ ૧૧ જેટલાં વાહનો જોખમકારક તેમજ ઓવેરલોડેડ જણાઈ આવતાં આવા વાહનો ડિટેઇનકરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર નિરીક્ષક શ્રી ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે જોખમકારક રૂપે માલપરિવહન કરતાં વાહનો બાબતે આર.ટી.ઓ. તંત્ર ખૂબ ગંભીર છે.વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં પણઆ પ્રકારે વાહન ચકાસણી શરૂ રહેશે તેમજ મોટર વાહન ટેક્સ ભર્યા વગર ફરતા વાહનો, ઓવેરલોડેડ કેજોખમકારક રીતે માલ પરિવહન કરતા વાહનો વિરુદ્ધ માર્ગ સલામતીના ગુન્હા સબબ કડક કાર્યવાહી હાથધરવામાં આવશે.

Follow Me:

Related Posts