બોલિવૂડ

આલિયાને રણબીર-રશ્મિકા મંદાનાનો રોમાન્સ પસંદ આવ્યો

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ ‘એનિમલ’નું પ્રમોશન શરૂ થઈ ગયું છે. રણબીર અને રશ્મિકા પહેલી વાર સ્ક્રિન શેર કરી રહ્યા છે. ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. વાઈરલ બની રહેલા ગીત ‘હુઆ મૈં’માં રણબીર-રશ્મિકાએ ભરપૂર રોમાન્સ કર્યો છે. તેમના લિપલોક સીન પર અનેક કોમેન્ટ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સની જેમ આલિયાએ પણ રણબીર-રશ્મિકાના રોમાન્સના વખાણ કર્યાં છે.

સંદીપ વાંગા રેડ્ડીના ડાયરેક્શનમાં બનેલી ‘એનિમલ’માં રણબીર અને રશ્મિકાની રોમેન્ટિક કેમેસ્ટ્રી પસંદ થઈ રહી છે. ગીતના શબ્દો અને મ્યૂઝિકના પણ વખાણ થઈ રહ્યાં છે. આલિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગીતનો સ્ક્રિન શોટ શેર કરીને લખ્યું છે, ‘પ્લેઈંગ ઓન લૂપ’. આ ગીતના લિરિક્સ મનોજ મુંતશિરે લખ્યા છે, જ્યારે અવાજ રાઘવ ચૈતન્ય અને પ્રીતમનો છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં એક્શનની સાથે રોમાન્સ પણ હોવાનું આ ગીત સાબિત કરી રહ્યું છે. રણબીર કપૂરની એક્શન-રોમાન્સ ફિલ્મ પૂર્વે આલિયાની રોમેન્ટિક કોમેડી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રિલીઝ થઈ હતી.

દીકરી રાહાના જન્મ બાદ આલિયાની આ પહેલી ફિલ્મ હતી. આલિયાએ તેમાં રણવીર સિંહ સાથે ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા હતા. રણવીર અને આલિયાના ઓન સ્ક્રિન રોમાન્સને ઓડિયન્સે પસંદ કર્યો હતો. હવે રણબીર કપૂર પહેલી વખત રશ્મિકા સાથે જાેડી જમાવી રહ્યો છે અને તેની આ રોમેન્ટિક સફરમાં આલિયા સપોર્ટ કરી રહી છે.

Related Posts