બોલિવૂડ

આલિયા અને રણબીર કપૂર નવા ઘરમાં સ્વ. રિશી કપૂર માટે એક વિશેષ રૂમ રાખશે

રણવીર આલિયાના આ નવા અપાર્ટમેન્ટમાં તાપમાન કન્ટેલ, સ્વિમિંગ પુલ વગેરે જેવી તમામ મોર્ડન સુવિધાઓ હશે. આ ઘરની સજાવટને ૨૦૨૨ પહેલા પુરી કરી લેવાની સૂચના ક્રોન્ટાકટરને આપવામાં આવી છે. રણબીર કપૂરનું નવું ઘર બની રહ્યું છે, જેની સજાવટ પર રણબીરની પ્રેમિકા આલિયા ભટ્ટ અને માતા નીતુ સિંહ કપૂર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ એપાર્ટમેન્ટ વૈભવી સુગસગવડોથી સજ્જ હશે તે સ્વાભાવિક છે. પરંતુ આ ઘરમાં એ રણબીરના પિતા અને અભિનેતા રિશી કપૂરની યાદમાં એક ખાસ ઓરડો ઊભો કરવામાં આવશે. રણવીર-આલિયાના લગ્ન એ સ્વ.રિશીકપૂરનું એક શમણું હતું. પરિવારે રિશીની તમામ મનપસંદ ચીજવસ્તુઓને ખાસ સંભાળીને રાખી છે. જેમાં તેમની ફેવરિટ ખુરશીથી લઇને બુલ્ક સેલ્ફતેમજ અનેક ચીજવસ્તુઓનો સમાવેશ છે. જેનાથી આ સમર્પિત રૂમને સજાવામાં આવશે. લગ્ન પછી રણબીર અને આલિયા આ નવા ઘરમાં રહેવામાં છે. તેઓ સ્વ. પિતા રિશી કપૂરની તમામ ચીજાે પોતાની પાસે રાખીને તેમના સ્મરણને આ રીતે જીવંત રાખવા માંગે છે.

Related Posts