આલિયા ભટ્ટે કંગના રનૌતને જડબાતોડ જવાબ આપ્યો
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ પર કંગનાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા છે. તે સમયે કંગનાએ માંગ કરી હતી કે ‘સરકારે આવા માતા-પિતા સામે પગલાં લેવા જાેઈએ જેઓ તેમના સગીર બાળક દ્વારા ફિલ્મનો પ્રચાર કરે છે’. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સરકારે આ પેરેન્ટ્સ પર પગલાં લેવાની જરૂર છે જેઓ તેમના સગીર બાળકનો પૈસા માટે ઉપયોગ કરી રહ્યા છે જે એક પ્રખ્યાતસેક્સ વર્કર પર બનેલી બાયોપિકને પ્રમોટ કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો. પોતાની સ્ટોરી પર આ વીડિયો પોસ્ટ કરતા કંગનાએ લખ્યું – ‘શું આ છોકરીએ સેક્સ વર્કરની જેમ નકલ કરવી જાેઈએ, મોંમાં બીડી નાખવી જાેઈએ અને અશ્લીલ ડાયલોગ્સ કરવા જાેઈએ? જરા તેની બોડી લેંગ્વેજ જુઓ. શું તે તેની ઉંમર માટે સારું છે? અહીં ૧૦૦ વધુ બાળકો છે જે આ કરી રહ્યા છે.’
કંગનાએ આ સ્ટોરી પર સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા છે. તમને જણાવી દઈએ કે, બીજી એક છોકરી છે જે આલિયા-કિયારાના આ ડાયલોગમાં લિપ સિંક કરીને ખૂબ જ લોકપ્રિય બની છે.આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. તાજેતરમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હલચલ મચી જવા પામી હતી. ત્યારબાદ ઇન્સ્ટા પર ફેન્સે રીલ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આના પર આલિયા ભટ્ટના એક નાના ફેન્સે ગંગુબાઈ ના એક ડાયલોગ પર રીલ બનાવી હતી. જે એક્ટ્રેસ કંગના રનૌતને બિલકુલ પસંદ ન હતી. આના પર કંગનાએ પ્રતિક્રિયા આપી છે. હવે આલિયા ભટ્ટે કંગનાની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટે તાજેતરમાં કહ્યું હતું કે ‘મને તે વીડિયો અપમાનજનક લાગ્યો નથી. તે ઉત્સાહમાં એક ફેન્સ દ્વારા બનાવવામાં આવે છે. તે વીડિયો વડીલોની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે. જાે તે વડીલ તેના માતા-પિતા કે બહેન કે અન્ય કોઈ હોય તો કોઈ વાંધો નથી. મને નથી લાગતું કે કોઈને કોઈ સમસ્યા હોવી જાેઈએ.
Recent Comments