fbpx
બોલિવૂડ

આલિયા ભટ્ટ અને કરીના કપૂરે ટ્રેડિશનલ આઉટફિટથી નેટીઝન્સનું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યુ

આલિયા ભટ્ટે લેટેસ્ટ ફોટોઝમાં પોતાની ભાભી કરીના કપૂર પ્રત્યેનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે. બંને વાયરલ ફોટામાં ફની એક્સપ્રેશન આપી રહ્યા છે અને ટ્રેડિશનલ આઉટફિટમાં નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આલિયા ભટ્ટે ફોટાની સાથે ફની કેપ્શન પણ આપ્યા છે. આલિયાએ ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું, ‘શું તે વધુ સારું થઈ શકે છે. શું કોઈ અમને ફિલ્મમાં સાથે કાસ્ટ કરી શકે છે, જાે કે અમે મોટાભાગનો સમય સેટ પર વાત કરવામાં વિતાવી શકીએ છીએ.’ લોકોએ ફોટા પર જાેરદાર કમેન્ટ કરી. આલિયાના શબ્દોની નોંધ લેતા કરણ જાેહરે લખ્યું, ‘અમારે આ કાસ્ટ સાથે ફિલ્મ બનાવવાની જરૂર છે.’ અર્જુન કપૂર લખે છે, ‘ડુ-ડુ પૂ.’ રિયા કપૂરે દિલની ઈમોજી શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો.

પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કરીનાએ આલિયાના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે આલિયાને સલાહની જરૂર નથી. મને લાગે છે કે તે છેલ્લા દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી છે. આલિયાની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યો છે. ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પરથી ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કરીના કપૂરની વાત કરીએ તો તે છેલ્લે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી.

Follow Me:

Related Posts