અમરેલી

આલે લે! છ વર્ષ સુધી તાલુકા પંચાયત લાઠી થી જિલ્લા પંચાયત સુધી માહિતી નથી પહોંચી ? મૂળિયાપાટ પંચાયત ઘર બનાવવા ની માંગ માં નર્યું નાટક કેટલા વર્ષ ચાલશે ?

દામનગર ના મૂળિયાપાટ ગ્રામ પંચાયત ધર બનાવવા માટે મૂળિયાપાટ ગ્રામ પંચાયતે લાઠી તાલુકા વિકાસ અધિકારી ને ગત તરીખ ૨૭/૩/૧૬ થી સતત અવાર નવાર લેખિત રજૂઆતો કર્યા નું રેકર્ડ ઉપર છે વર્ષ ૨૦૧૬થી ગ્રામ પંચાયત ઘર મૂળિયાપાટ અતિ જર્જરિત હોવા નું સ્થાનિક અગ્રણી ઓએ પંચરોજ કામ ઠરાવ કરી સંપૂર્ણ દરખાસ્ત મોકલી તેથી લાઠી તાલુકા પંચાયત ના ઈજનેર તાલુકા વિકાસ અધિકારી લાઠી એ પ્રમાણપત્ર આપ્યા ને છ વર્ષે થયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખા ને તાલુકા પંચાયતે તા૨૦/૬/૧૬ પત્રક ૧.૨.૩. થી માહતી મોકલી આપી છ સુધી જિલ્લા પંચાયત અમરેલી સુધી આ માહિતી નહિ પહોંચી હોય? કે પછી મૂળિયાપાટ ગ્રામ કોંગ્રેસ સમર્થક હશે ?

મૂળિયાપાટ ગ્રામ પંચાયત કચેરી છ વર્ષ થી ભાડા ના મકાન માં બેચે છે પંચાયત ઘર અતિ જીર્ણ હાલત નું હોવા નું પ્રમાણપત્ર લાઠી તાલુકા વિકાસ અધિકારી અને ઈજનેર આપે છે સ્થાનિક ગ્રામ પંચાયત ઠરાવ અને પંચરોજ કામ સાથે દરખાસ્ત કરે તેમ છતાં છ વર્ષ થી તંત્ર શેની? વાટ જોતું હશે? ગામડા ભાંગી રહ્યા છે સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર નેતા ઓના હાથ માં છે કે શું ? પ્રાથમિક સુવિધા માટે છ વર્ષ થી લબડતા ગ્રામજનો ની વ્યાજબી માંગ નો ઉકેલ આવશે કે કેમ પંચાયત ધર બનશે કે નહીં ? 

Related Posts