અમરેલી

આલે લે દામનગર નગરપાલિકાનો વિકાસ વરસાદી પાણીના વહેણે ચડ્યો, ૨૦૦ મીટર નજીક નજીક પાંચ જાહેર ટોયલેટ હોવા છતાં જિલ્લા પંચાયતની હદમાં મંજૂરી વગર ટોયલેટ બનાવી રહ્યા છે

દામનગર પાલિકા નો વિકાસ વરસાદી પાણી ના વહેણ માં ચડ્યો દામનગર નગર પાલિકા પાસે નિષ્ણાંત ઈજનેર નથી કે શું ? પાલિકા ના નાહિત થયેલ અમરેલી જિલ્લા પંચાયત ના રીબીન ડેવલોપમેન્ટ ની હદ માં કોની કોની મંજૂરી મેળવી ?દામનગર નગર પાલિકા વરસાદી ચાલતા પાણી ના વહેણ માં જાહેર ટોયલેટ નિર્માણ કરવા તૈયાર જ્યાં ૨૦૦ મીટર એરિયા માં પાંચ થી વધુ જાહેર ટોયલેટ હોવા છતાં પાણી ના ચાલતા વહેણ માં જાહેર રસ્તા ઉપર વરસાદી પાણી ને રોકવા પાલિકા એ જ બનાવેલ પુલ સંરક્ષણ દીવાલ છે તેમ છતાં જાહેર ટોયલેટ કેમ? દામનગર શહેર ના સહકાર ભુવન પાસે જાહેર ટોયલેટ ની કોઈ માંગ કે ડિમાન્ડ છે કે કેમ ?બિન જરૂરી જગ્યા ઉપર પાલિકા તંત્ર ટોયલેટ બનાવી રહ્યું છે ત્યારે શહેર ના મુખ્ય વાણિજ્ય બજાર માં જૂની શાક માર્કેટ થી સરદાર ચોક સુધી ની મુખ્ય બજાર ના વેપારી અને ગ્રાહકો ના હિત કાયમ ઉપીયોગ થાય તેવી માંગ હોવા છતાં કેમ શહેરીજનો ને ટોયલેટ નથી મળતું ?

 ૧.ગોસળિયા સેનિટેરિયમ ૨.મોર્ડન ગ્રીન સ્કૂલ પાસે ૩.પોસ્ટ ઓફિસ પાસે ૪. પટેલ વાડી પાસે માત્ર ૨૦૦થી ૩૦૦  મીટર જેવા નજીક નજીક માં ચાર થી વધુ જાહેર ટોયલેટ હોવા છતાં બિન જરૂરી જગ્યા પાલિકા તંત્ર ને ટોયલેય બનાવવા માં કેમ રસ હશે ?જાહેર હિત પાલિકા શાસકો ને હોય તો મુખ્ય બજાર ના વેપારી અને ગ્રાહકો ના હિત માં વિચારો  સ્ટેટ હાઇવે ના નાળા નીચે ટોયલેટ કોના હિત માં ?વરસાદી ચાલતા પાણી ના વહેણ માં આ ટોયલેટ સામે સ્થાનિકો  રહીશો ની મિલ્કત માં વરસાદી પાણી થી  નુકશાન કરશે તેની જવાબદારી કોની ?આવતા ભવિષ્ય ની વસ્તી જિલ્લા પંચાયત ના રીબીન ડેવલોપમેન્ટ ની મંજૂરી વગર તેમની જગ્યા માં જાહેર ટોયલેટ કેમ?તાંત્રિક દુરંદેશી એ ઈજનેરે પાલિકા ના નાહિત થયેલ જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ની હદ માં કોની મંજૂરી લીધી ?કોઈ પણ જનહિત માંગ કે ડિમાન્ડ વગર પાલિકા તરફ થી ચાલતા જાહેર ટોયલેટ ના કામ ને થયા પહેલા બંધ રાખવા સ્થાનિક રહીશો એ વરસાદી ચાલતા પાણી અંગે ભય દર્શવતા પ્રાદેશિક કમિશનર ભાવનગર ને રજુઆત કરી હતી

Related Posts