fbpx
રાષ્ટ્રીય

આવકવેરા વિભાગે કોલસા-સ્ટીલના વેપારીઓના ૨૦ ઠેકાણે દરોડા પાડ્યા

છત્તીસગઢમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા આવકવેરા વિભાગે આજે કોલસા અને સ્ટીલના વેપારીઓના ઘરે દરોડા પાડ્યા છે. ૈં્‌ વિભાગની ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર ઉપરાંત રાયગઢમાં આ દરોડા પાડ્યા છે. બંને શહેરોમાં કોલસા અને સ્ટીલના વેપારીઓના ત્યાં દરોડા પડ્યા છે. છત્તીસગઢમાં ગયા મહિને જ ઈડ્ઢએ મોટા કોલસા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે ઈડ્ઢએ ૩ ૈંછજી અધિકારીઓના ઘરે દરોડા પાડ્યા હતા. કોલસા કૌભાંડમાં ૈંછજી સમીર બિશ્નોઈ અને ૨ ઉદ્યોગપતિઓ જેલમાં છે. બુધવારે સવારે આઈટીએ રાયગઢ આઈઆર સ્ટીલના માલિક સંજય અગ્રવાલના ઘર પર દરોડા પાડ્યા હતા, જેમાં કોલસાના વેપારી રાકેશ શર્મા, ગજાનંદ અને જય અંબે ટ્રાન્સપોર્ટરના માલિક જાેગેન્દ્રના ભાઈ રાયપુરના ગોલ્ડન સ્કાયમાં સામેલ હતા. છત્તીસગઢમાં કોલસા અને આ વ્યવસાય સાથે જાેડાયેલા વેપારીઓ અને અધિકારીઓ પર છેલ્લા ૨ મહિનાથી ઈડ્ઢ અને ૈં્‌ના સતત દરોડા ચાલુ છે. છત્તીસગઢમાં આજે આઈટી વિભાગની ટીમોએ ઘણા વેપારીઓના ૨૦ થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે.

છત્તીસગઢમાં છેલ્લા ૨ મહિનાથી ચાલી રહેલી ઈડી અને આઈટીની રેડમાં ઈડીએ રાજ્યના આઈએએસ અધિકારીઓ, નેતાઓ અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ૬૦૦ કરોડ રૂપિયાનો કોલસા કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પૂર્વ સીએમ રમણ સિંહના સમયમાં થયેલા ૩૬૦૦૦ કરોડના ચોખા કૌભાંડ અને ચિટ ફંડ કંપની કૌભાંડની તપાસ ઇડી પાસે કરવાની માંગ કરી છે. બઘેલે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો છે કે રમણ સિંહના કહેવા પર એસીબીના અધિકારીઓએ તે સમયે ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓને બચાવ્યા હતા. આ કૌભાંડમાં રમણ સિંહ સીધો સંડોવાયેલો હોવાનો કોંગ્રેસે અનેકવાર આક્ષેપો કર્યા છે. તે જ સમયે, સીએમ બઘેલે રાજકીય આશ્રયના કારણે છત્તીસગઢમાં હજારો કરોડ રૂપિયાના ચિટ ફંડ કૌભાંડને બચાવવાનો પણ આરોપ લગાવ્યો છે. બઘેલે પોતાના પત્રમાં વડાપ્રધાનના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી રાજકીય પક્ષને જાેઈને ન કરવી જાેઈએ.

Follow Me:

Related Posts