આવતીકાલે બીજી ફેબ્રુઆરીના રોજગાર ઈ-ભરતીમેળાનું આયોજન કરાશે
અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે આવતીકાલે ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ૧૮ થી ૨૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ૫૫% સાથે ધોરણ-૧૦ પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી તેમજ પુરુષ રોજગાર ઇચ્છુકો માટે સ્કીલસોર્સ લર્નિંગ એન્ડ ટેકનોલોજી પ્રા.લી. (મારુતિ સુઝુકી ગ્રુપ) હાંસલપુર તા.માંડલ જિ.અમદાવાદ ખાતેના એકમ માટે વ્હીકલ ટેકનીશયન માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/9apEZCHAf1G56uBG6 મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૦૨/૦૨/૨૦૨૨ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક સાધવાનો રહેશે.
Recent Comments