રાજકુમાર રાવ ચંદીગઢમાં ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે ઇન્ટિમેટ સેરેમનીમાં લગ્ન કરશે. તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માત્ર પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કર્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્રલેખાનો પરિવાર શિલોંગથી આવી ચૂક્યો છે અને આ કપલ ૧૦-૧૧-૧૨ નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. કપલ મુંબઈમાં એક ઇન્ટિમેટ વેડિંગ સેરેમનીમાં સાત ફેરા લેશે. કોવિડ-૧૯ની ચિંતાને કારણે કપલ લગ્નને નાનું અને ખાનગી રાખવા માંગતા હતા. તેથી તેમણે માત્ર મર્યાદિત મહેમાનોને આમંત્રિત કર્યા છે અને તેમણે ચંદીગઢને પસંદ કર્યું છે.
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખાના લગ્ન વિશેની ચર્ચાઓ આજકાલ ખૂબ જ ચાલી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર, આજે એટલે કે ૧૦ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધી રાજકુમાર અને પત્રલેખા પોતાના લગ્નના ફંક્શનમાં વ્યસ્ત રહેશે. હવે આ કપલના લગ્નનું સ્થળ પણ સામે આવ્યું છે. આ કપલ લગ્ન માટે પરિવાર સાથે ચંદીગઢ જવા ગઈ કાલે જ રવાના થયું હતું. એનો અર્થ સ્પષ્ટ છે કે બંને ચંદીગઢથી જ લગ્ન કરવાના છે. જાે કે રાજકુમાર અને પત્રલેખાએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે હવે આજે આ કપલના લગ્નને લઈને બધી જ અફવાઓ અને દાવાઓનો જવાબ મળી જશે.
Recent Comments