આવતીકાલે લીમડી ખાતે લીંબાયત પીઠ મોટા રામજી મંદિર ખાતે મહા સંત સંમેલનમહામંડલેશ્વર મહારાજમાં મોહનદાસ મહારાજ અને ઋષિ ભારતી મહારાજ હાજર રહેશે
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચીત્રોથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. ત્યારે સુરેન્દ્રનગરના લીમડીમાં આવતીકાલે યોજાનારી સાધુ સંતોની સભા ખૂબ જ મહત્વની બનવાની છે. આવતીકાલે લીમડી ખાતે લીંબાયત પીઠ મોટા રામજી મંદિર ખાતે મહા સંત સંમેલન મળવાનું છે. સવારે ૧૦ વાગ્યાથી સંમેલન શરૂ થશે. સંમેલનમાં ૨ હજાર જેટલા સાધુ સંતો હાજરી આપશે. સંમેલનમાં મહામંડલેશ્વર મહારાજમાં મોહનદાસ મહારાજ અને ઋષિ ભારતી મહારાજ હાજર રહેશે. સૌરાષ્ટ્રમાંથી શેલનાથ બાપુ અને ઇન્દ્રપુરી ભારતી બાપુ, દુર્ગાદાસ મહારાજ, જાનકીદાસ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ હાજર રહેશે.
આવતી કાલના મહાસંત સંમેલનમાં દિલીપદાસ મહારાજ તેમજ મોગલધામના મનીધરબાપુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ અને ગુજરાત સહિત ગુજરાત બહારના સાધુ સંતો હાજર રહેશે. રવિવારે લંબેનારાયણ આશ્રમ ખાતે સનાતનના સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમા સનાતનને લગતા ૧૧ ઠરાવ પાસ કરાયા. ઉપરાંત સાળંગપુર ખાતે મળેલી સ્વામિનારાયણના સંતોની બેઠકમાં ભીંતચીત્રો હટાવવા ર્નિણય ન લેવાતા સંતોએ નારાજગી દર્શાવી. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ કહ્યું કે સમગ્ર વિવાદનો શાંતિથી ઉકેલ આવે તે ઈચ્છનીય છે
અન્યથા આ જનઆંદોલન ધર્મયુદ્ધનું સ્વરૂપ લેશે. ભીંતચીત્રો અંગે નરોવા કુંજરોવા જેવો ર્નિણય ક્યારેય સ્વીકાર્ય ન હોય શકે. ઋષિભારતી બાપુએ નિવેદન આપ્યુ હતુ કે બે દિવસમાં સનાતન ધર્મના પક્ષમાં ર્નિણય લેવાય, પ્રેમ અને ભક્તિના માર્ગે વિવાદનું સમાધાન થવુ જાેઇએ. સમાધાન નહીં થાય તો શાસ્ત્રોમાં શસ્ત્ર ઉગામવાની અનુમતી છે. તેમણે જણાવ્યુ કે તમામ સ્વામિનારાયણ મંદિરોમાંથી વિવાદીત ચિત્રો દૂર થવા જાેઇએ. ચિત્રો દૂર નહીં થાય તો ૫૫ લાખ સાધુઓ રસ્તા પર ઉતરશે. ધર્મયુદ્ધ ફાટી ન નીકળે તેનું ધ્યાન રાખવાની ફરજ સ્વામિનારાયણ સંપ્રદાયની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું ભેદી મૌન આશ્ચર્યજનક છે.
Recent Comments