આવતીકાલે સાવરકુંડલા સમસ્ત મુસ્લિમ સમાજ બપોર પછી ધંધા રોજગાર બંધ રાખીને કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક બનશે
સાવરકુંડલા હંમેશા કોમી એકતા, ભાઈચારાની ભાવના અને રાષ્ટ્ર ભાવનાઓ જળવાઈ રહે તેવા જ અભિગમ સાથે સાવરકુંડલા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ સર્વ મુસ્લિમ વેપારીઓને જણાવવાનું કે તા.22/1/2024 ને સોમવારે સાવરકુંડલાના તમામ વેપારીઓ, ધંધા રોજગાર કરતા નાના વેપારીઓએ બપોર પછી વેપાર ધંધા દુકાનો બંધ રાખવાનું નક્કી કરેલ છે એકતા અને સમરસતા જાળવવાના હેતુને સાર્થક કરવા સાવરકુંડલા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ વેપારીઓને નમ્ર અનુરોધ કરે છે.એમ સુન્ની મુસ્લિમ સમાજ સાવરકુંડલા દ્વારા જણાવાયું હતું
Recent Comments