અમરેલી

આવતીકાલે ૧૯ જાન્યુઆરીના રોજગાર કચેરી ખાતે ભરતીમેળાનું આયોજન

અમરેલી જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર અગ્રગણ્ય ઔદ્યોગિક એકમ શીતલ કુલ પ્રોડક્ટ્સ પ્રા.લિ – અમરેલી  માટે તા.૧૯/૦૧/૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૧૨  પાસ તેમજ સ્નાતક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે જિલ્લા રોજગાર કચેરી બહુમાળી ભવન સી-બ્લોક પહેલા માળ અમરેલી ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજીયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક http://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગીન કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Related Posts