સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ અને બહેનોના પ્રવેશ માટે સવારે ૯ કલાકે ચિતલ રોડ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અમરેલી ખાતે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬૬ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૩ વર્ષની બહેનો, ૧૭૧ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૪ વર્ષની બહેનો, ૧૭૩ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૫ વર્ષની બહેનો અને ૧૭૫ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૬ વર્ષની બહેનો ભાગ લઇ શકશે. તેવી જ રીતે ૧૭૩ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૩ વર્ષની ભાઈઓ, ૧૭૯ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૪ વર્ષની ભાઈઓ, ૧૮૪ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૫ વર્ષની ભાઈઓ અને ૧૮૭ થી વધુ ઊંચાઈ ધરાવતા ૧૬ વર્ષની ભાઈઓ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઉચ્છુક ઉમેદવારોએ આવતીકાલે હાજર રહેવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો ૦૨૭૯૨ ૨૨૧૯૬૧ પર સંપર્ક સાધવાનો રહેશે.
આવતીકાલે ૩૦ ઓક્ટોબરના વોલીબોલ એકેડમીમાં પ્રવેશ માટે હાઈટ હન્ટ યોજાશે


















Recent Comments