અમરેલી તાલુકાના થોરડી ગામે સરકારશ્રીની આવાસ યોજના હેઠળ બનેલ આવાસનુ લોકાર્પણ તેમજ મકાન વિહોણા
લોકોને અમરેલીનાં ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે પ્લોટ ની સનદો અર્પણ કરાઈ આ તકે અમરડેરી ના ચેરમેન
શ્રી અશ્વિનભાઈ સાવલીયા તેમજ જીલ્લા પંચાયત ના દંડક પ્રતિનિધિ પ્રવીણભાઈ માંગરોલીયા તેમજ તાલુકા ભાજપ ના પ્રમુખ
ઘનશ્યામભાઈ ત્રાપશીયા તથા તાલુકા પંચાયત ના સદસ્ય કાળુભાઇ રામાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ શુભ
પ્રસંગે ગામના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ઢોલનગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરેલ તેમજ ખોબા જેવડા નાના
ગામમાં આગેવાનો પધારતા ગ્રામજનો ખુબ ખુશ થયેલા તેમ પ્રવીણભાઈ માંગરોલીયા ની યાદી જણાવે છે.
આવાસ યોજના હેઠળ બનેલ આવાસનુ લોકાર્પણ તેમજ મકાનવિહોણા લોકોને પ્લોટ ની સનદો અર્પણ કરતા અમરેલીનાં ધારાસભ્ય કૌશિક વેકરીયા

Recent Comments