‘આવો કરીએ સહિયારો પ્રયાસ, અચૂક કરાવીએ મતદાન’ કાર્યક્રમ યોજાયો’
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રની જીફઈઈઁ ટીમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાળાઓના ૫૦૦ આચાર્યશ્રીઓએ ભાગ લીધોઆગામી તારીખ ૭મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે ઉદેશથી જીફઈઈઁ (જીઅજંીદ્બટ્ઠંૈષ્ઠ ર્ફંીજિ ઈઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ ટ્ઠહઙ્ઘ ઈઙ્મીષ્ઠંર્ટ્ઠિઙ્મ ॅટ્ઠિંૈષ્ઠૈॅટ્ઠંર્ૈહ ॅિર્ખ્તટ્ઠિદ્બ) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અંતર્ગત અમદાવાદમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરમાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આવા જ એક કાર્યક્રમ અંતર્ગત શહેર શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરીના અઘ્યક્ષ સ્થાને ‘આવો કરીએ સહિયારો પ્રયાસ, અચુક કરીએ અને કરાવીએ મતદાન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના ૫૦૦ આચાર્યશ્રીઓએ ભાગ લીધો હતો.જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર શ્રી રોહિત ચૌધરી દ્વારા આચાર્યશ્રીઓને મતદાન જાગૃતિ અને આ માટે યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ આચાર્યશ્રીઓએ અવશ્ય મતદાનના શપથ લીધા હતા તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરશે તેવો સંકલ્પ લીધો હતો.
Recent Comments