fbpx
બોલિવૂડ

આશા ભોંસલે ૮૮મો જન્મદિવસ ઊજવશે

આશાજીનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર એકટર હતા અને મરાઠીમાં ક્લાસિકલ ગીતો ગાતા હતા. આશાજીએ પોતાની ગાયિકા તરીકેની કારકિર્દીની શરૃઆતમાં મરાઠી ફિલ્મનું એક ગીત ૧૯૪૩માં ચલા ચલા નવબાલા ગીત ગાયું હતું. એ પછી ૧૯૪૯માં તેમણે રાત કી રાની ફિલ્મનું પ્રથમ હિંદી સોલો ગીત ગાયું હતું. આ પછી ગાયિકાએ સંગીતની દુનિયામાં પોતાની અનોખી ગાયકીથી શ્રોતાગણને ડોલાવી દીધા હતા. તેઓ ઘણા સંગીત દિગ્દર્શકોના માની તા થઇ ગયા હતા. ૨૦૦૬ની સાલમાં આશા ભોંસલેએ ૧૨,૦૦૦થી પણ વધુ ગીત ગાયા હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેમની કારકિર્દીમાં અનેક ગીતો લોકપ્રિય થયા છે. જેમાં યહ હૈ રેશમી ઝુલ્ફોકાં અંધેરા ન ગભરાઇયે, ચુરા લિયા હૈ તુમને જાે દિલ કો, ઝુમકા ગિરા રે, દમ મારો દમ, પિયા તુ અબ તો આજા જેવા અનેક ગીતો છે. પીઢ ગાયિકા આશા ભોંસલે ૮ સપ્ટેમ્બરના રોજ પોતાનો ૮૮મો જન્મદિવસઊજવશે. તેમણે તેમની ગાયિકા તરીકેની કારકિર્દીમાં અનેક સુપરહિટ ગીત આપ્યા છે. આશા ભોંસલે મનોરંજનની દુનિયામાં પોતાની એક ખાસ વિશિષ્ટ ગાયકીને લીધે ઓળખ પામ્યા છે અને લોકપ્રિય થયા છે. તેમણે તેમની કારકિર્દીની શરૃઆત ૧૯૪૩થી કરી હતી.તેમણે હજારથી વધુ ફિલ્મોના ગીત ગાયા છે. તેમજ તેમને પદ્મવિભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.તેઓ ફક્ત સંગીતમાં જ નહીં પરંતુ રાંધણકળામાં પણ નિષ્ણાંત છે. તેમના હાથની રસોઇ તેમની દીદી લતામંગેશકરને બહુ જ ભાવે છે.

Follow Me:

Related Posts