સૌરાષ્ટ - કચ્છ

આશા વર્કર બહેનોએ પ્રાંત અધિકારીને પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી

પાટડી તાલુકા સેવા સદન ખાતે આશા વર્કર-ફેસીલીટેર બહેનોએ વિવિધ ૧૪ પડતર માંગણીઓ સંદર્ભે આજ રોજ પાટડી મામલતદારને લેખિત આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જેમાં વિવિધ માંગણીઓમાં કોરોની કામગીરીમાં આશા વર્કરો દૈનિક માત્ર રૂ. ૩૩ અને ફેસીલીએટરને દૈનિક માત્ર રૂ. ૧૭ લેખે જ ચૂકવવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ તળે તથા નેશનલ હેલ્થ મિશન તળે કામ કરતી ૪૦૦૦૦ આશા વર્કર બહેનો અને ફેસીલીએટર બહેનો ગુજરાતનાં ગામડાઓમાં ૮૦ % આરોગ્ય સેવા પુરી પાડવાનું કામ કરે છે. અને સરકારના પરિપત્ર મુજબ આશા વર્કરે અઠવાડિયામાં પાંચ દિવસ રોજના બે કલાક તેમની અનુકૂળ સમયે કામગીરી કરવાની હોય છે છતાં આશા વર્કર-ફેસીલીટેર બહેનો રાત-દિવસ કામગીરી કરે છે.છતાં એમને ફિક્સ વળતર તો માસિક રૂ. ૨,૦૦૦ લેખે જ અપાય છે.

જ્યારે દેશના અન્ય રાજ્યો જેવા કે, હરીયાણા, પંજાબ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આશા વર્કર બહેનોને મહિને રૂ. ૮ હજારથી ૧૦ હજાર અને ફેસીલીટેર બહેનોને મહિને રૂ. ૧૨ હજારથી ૧૫ હજાર ચૂકવાય છે. કોરોનાની કામગીરીમાં સતત બે વર્ષ સુધી કામગીરી બજાવી હોવાથી દૈનિક રૂ. ૩૦૦ લેખે એરિયર્સ સહિતની રકમ રાજ્ય સરકારે આપવી જાેઇએ. સમાજ સુરક્ષાના લાભો જેવા કે પેન્શન, ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ સહિતની યોજનાના લાભો આપવા. આશા વર્કર બહેનોને ઇન્સેન્ટીવ ચૂકવણીના દરો ત્રણ વર્ષ જૂના છે. તેમાં ૫૦ % દરે વધારો કરવો જાેઇએ. જ્યારે આશા વર્કર બહેનોને ટ્રેનીંગ આપી ફેસીલીએટરમાં અને ફેસીલીએટરને ટ્રેનીંગ આપીને લાયકાત ધરાવનારને એફ.એસ.ડબલ્યુંમાં પ્રમોશન આપવુ જાેઇએ. પાટડી ખાતે આશા વર્કર-ફેસીલીટેર બહેનોએ વિવિધ ૧૪ પડતર માંગણીઓ સંદર્ભે આજ રોજ પાટડી મામલતદાર પ્રિતીબેન મોઢવાડીયાને લેખિત આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. પરંતુ એમણે આશા વર્કર બહેનોને સાંભળ્યા પણ નહોતા. આથી આશા વર્કર-ફેસીલીટેર બહેનોમાં મામલતદારના આવા વર્તનથી નારાજગી જાેવા મળી હતી.

પછી બહેનોએ પ્રાંત અધિકારી ઋતુરાજ જાદવને ફરી આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં પ્રાંત અધિકારી ઋતુરાજ જાદવે બહેનોને સાંભળી તેઓની રજૂઆતને યોગ્ય જગ્યાએ એમના લાગતા વળગતા આરોગ્ય વિભાગને પણ ધ્યાન દોરવા બહેનોને આશ્વાસન પણ આપ્યુ હતુ.

Follow Me:

Related Posts