‘આશિકી’ ફેમ અનુ અગ્રવાલે આવા ગંભીર આરોપ લગાવ્યા
સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૩’ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોમાં ગેસ્ટ તરીકે આવેલી ‘આશિકી’ ફેમ અનુ અગ્રવાલે મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. નેવુંના દાયકામાં દરેકના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસે દાવો કર્યો છે કે તે જે એપિસોડમાં આવી હતી તેના પર કાતર ફેરવી દેવામાં આવી હતી. આ કારણે અનુ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૩’ના મેકર્સથી ઘણી નારાજ છે. ગયા સપ્તાહના અંતે, શોમાં ‘આશિકી સ્પેશિયલ એપિસોડ’ હતો, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ રાહુલ રોય, દીપક તિજાેરી, કુમાર સાનુ હાજર હતી. અનુ પણ ત્યાં હતી, પરંતુ તેને શોમાં ઓછી સ્ક્રીન સ્પેસ મળી. આ કારણથી તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અનુ અગ્રવાલે એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, ઇન્ડિયન આઇડલ ૧૩ના મેકર્સે તેના સીન પર કાતર ફેરવી નાંખી છે. કારણ કે તે શૉમાં રાહુલ રૉય અને દીપક તિજાેરીની પાસે જ બેઠી હતી, છતાં તે શૉમાંથી ગાયબ જાેવા મળી.
તેને આ વાતે અપસેટ કરી દીધી છે. જાે કે તેણે તેમ પણ કહ્યું કે તે આ વાતનો મુદ્દો નહીં બનાવે. અનુ અગ્રવાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મે શૉમાં ઘણી મોટિવેશનલ વાતો કહી, પરંતુ આ મેસેજ લોકો સુધી પહોંચ્યો જ નહી. આ કારણે હું દુખી છુ. એક્ટ્રેસે તેમ પણ કહ્યું કે શૉ સાથે સંકળાયેલા તમામ લોકોને તે દિલથી પ્રેમ કરે છે. તેણે જણાવ્યું કે, જ્યારે તે સ્ટેજ પર આવી તો તમામે ઉભા થઇને તાળી વગાડી, પરંતુ આ શૉમાં બતાવવામાં ન આવ્યુ. જણાવી દઇએ કે અનુ હવે ફિલ્મી દુનિયાને અલવિદા કહી ચુકી છે. ઈન્ડિયન આઈડલ શોની આ સીઝનમાં નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની જજ છે. આ શો વિવાદમાં આવ્યો જ્યારે અરુણાચલ પ્રદેશના રહેવાસી કન્ટેસ્ટન્ટ રીતો રીબાની પસંદગી કરવામાં આવી ન હતી.
રિતોનો અવાજ એટલો સારો હતો કે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને શોને બૉયકોટ કરવાની વાતો પણ થઈ. શોના મેકર્સથી લઈને જજ સુધી પણ આંગળીઓ ઉઠી હતી. રિતો રીબાને ભલે રિયાલિટી શોમાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ તેણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ જ કારણ છે કે તેણે પોતાનું સોન્ગ રીલિઝ કર્યું અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યું. આ એ જ સોન્ગ હતું જે તેણે ‘ઈન્ડિયન આઈડલ ૧૩’ના ઓડિશન રાઉન્ડમાં ગાયું હતું.
Recent Comments