fbpx
બોલિવૂડ

આશિકી ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં કાર્તિક આર્યનનો સમાવેશ થયો

ટી-સિરિઝ અને મહેશ ભટ્ટે ૧૯૯૦ના વર્ષમાં આશિકી રિલીઝ કરી હતી, જેના લીડ રોલમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ હતા ભૂલ ભુલૈયા ૨ની સક્સેસ બાદ કાર્તિક આર્યનના નસીબ આડેનું પાંદડું ખસી ગયું છે. શાહરૂખ ખાન અને અક્ષયકુમારની જેમ કાર્તિકની એક પછી એક ફિલ્મો એનાઉન્સ થઈ રહી છે. કાર્તિકના લેટેસ્ટ એચિવમેન્ટમાં આશિકી ૩નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં આશિકી સ્ટાઈલના રોમેન્ટિક મ્યૂઝિકની જવાબદારી પ્રીતમને અપાઈ છે. એક સમયે શાહરૂખ ખાનને રોમાન્સના કિંગ ગણવામાં આવતા હતા. જાે કે હવે ઉંમરના કારણે શાહરૂખ રોમેન્ટિક રોલથી દૂર રહે છે.

નવી જનરેશનમાં શાહરૂખની જગ્યા હજુ કોઈ લઈ શક્યું નથી ત્યારે આશિકી જેવી ફિલ્મે કાર્તિક આર્યનને મોટો ચાન્સ આપ્યો છે. ટી-સિરિઝ અને મહેશ ભટ્ટે ૧૯૯૦ના વર્ષમાં આશિકી રિલીઝ કરી હતી, જેના લીડ રોલમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ હતા. ૨૦૧૩ના વર્ષમાં ફ્રેન્ચાઈઝીને રીવાઈવ કરતાં આશિકી ૨ બનાવવામાં આવી. મોહિત સુરીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા. ફિલ્મનું મ્યૂઝિક ચાર્ટ બ્લોકબસ્ટર રહ્યું અને બોક્સઓફિસ પર હિટ રહી. હવે આ ફ્રેન્ચાઈઝીમાં ત્રીજી ફિલ્મ બનવાની છે, જેને અનુરાગ બાસુ ડાયરેક્ટ કરવાના છે. અનુરાગે અગાઉ ગેંગસ્ટર, જગ્ગા જાસૂસ, બરફી, લાઈફ ઈન એ મેટ્રો જેવી ફિલ્મો બનાવી છે. મ્યૂઝિકલ લવ સ્ટોરીમાં લીડ રોલ અંગે કાર્તિક આર્યને જણાવ્યુ હતું કે, આશિકી ટાઈમલેસ ક્લાસિક છે. આશિકી જાેઈને જ મોટો થયો છું અને તેની ફ્રેન્ચાઈઝીમાં કામ કરવું તે સપના સમાન છે.

આશિકી ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મોની વિશેષતા મ્યૂઝિક છે અને ત્રીજા પાર્ટમાં પણ આ ટ્રેડિશન જાળવી રાખવાની ખાતરી પ્રીતમે આપી છે. વિશેષ ફિલ્મના મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આશિકીની રિલીઝના આગલા દિવસે ૧૬ ઓગસ્ટ ૧૯૯૦ની સાંજે હું અને ગુલશન કુમાર નર્વસ હતા, પરંતુ રિલીઝની સાથે જ ફિલ્મે રેકોર્ડ બનાવ્યો હતો. આજે અનુરાગ બાસુ, પ્રીતમ, અનુરાગ અને હાર્ટથ્રોબ કાર્તિક ભેગા થયા છે ત્યારે તેમાં પ્રેમની અનોખી ઉજવણી જાેવા મળશે.

Follow Me:

Related Posts