આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા મહામાહિમ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે ૧૪ ને ધરતી રત્ન પુરસ્કાર “આર્થિક ઉપાર્જન વગર માનવ સેવા બદલ બગસરા ની વિશ્વ વાત્સલ્ય ના દેવચંદભાઈ ને એવોર્ડ અર્પણ”
બગસરા અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૪ ધરતીરત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવસેવા કે સમાજસેવામાં જોતરી દીધું હોય તેવા ૧૪ ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ-૯ના અતિથિ વિશેષ તરીકે કંચનભાઈ બી. ઝવેરી (ટ્રસ્ટી અને દાતા સત્યસાંઈ હોસ્પિટલ), તથા આ ઇવેન્ટના દાતા કનુભાઇ એમ પટેલ (ચેરમેન મોન્ટેકાલી લિ.), આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ સંસ્થાના કારોબારી સભ્ય પૂર્વ મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓમાં અસ્માબાનુ મો. યુસુફ શેખ અમદાવાદ, ડો.જગદીશભાઈ ત્રિવેદી સુરેન્દ્રનગર,રાજ્યોગીની ચંદ્રિકાબેન બ્રહ્માકુમારી અમદાવાદ, મનોજભાઈ ભીમાણી તંત્રી આરપાર અમદાવાદ, જીજ્ઞાબેન ભાસ્કરભાઇ દવે સિદ્ધપુર, ડો. વિક્રમભાઈ પટેલ વડોદરા, ડો. અનિલભાઈ ખત્રી અમદાવાદ, ધનસુખભાઈ દેવાણી ભાવનગર, પૂ. ભક્તિરામબાપુ અમરેલી, પૂજ્ય ભોજલરામ સંસ્થાન મનસુભાઈ સુવાગીયા જલક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ, કાન્તીભાઈ પરસાણા સાવરકુંડલા, ગણેશભાઈ સિંઘવ અમદાવાદ, દેવચંદભાઈ નાનુભાઈ સાવલિયા વિશ્વ વાત્સલ્ય બગસરા અમરેલી અને નંદુભાઈ એ. વળવી નર્મદાનો સમાવેશ થાય છે તેમ આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. કે એમ પટેલે જણાવ્યું હતું.
ધરતી રતી એવોર્ડ એનાયત કરવાના પ્રસંગે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રતો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે. આવા ધરતીરતોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે પ્રવૃત્તિ અભિનંદન અને અભિવાદનને પાત્ર છે. આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે કુલ ૭૦ નોમીનેશન આવ્યા હતાં, આ ૭૦ નોમીનેશનમાંથી કુલ ૧૪ ધરતી રત્નોને અમારી પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટીસ રવિ આર. ત્રિપાઠી (પૂર્વ ન્યાયધીશ, ગુજરાત હાઇકોર્ટ) પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ (વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી) તથા પદ્મશ્રી સાહિત્યકાર માધવ રામાનુજે અલગ- અલગ સેવાકીય કેટેગરી મુજબ પારદર્શક અને ન્યાયીક પધ્ધતિએ પસંદ કર્યા હતાં. પસંદ થયેલા તમામ ૧૪ ધરતી રત્નોને ટ્રોફી રોકડ પુરસ્કાર રૂા. ૧૧,૦૦૦ અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યુ હતું.
Recent Comments