આશુતોષ રાણા કોરોના પોઝિટિવઃ ગત સપ્તાહમાં લીધી હતી કોરોના વેક્સિન
ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર આતંક મચાવી રહી છે. અનેક બોલિવૂડ સેલિબ્રિટી કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ત્યારે જાણીતા અને લોકપ્રિય અભિનેતા આશુતોષ રાણા કોરોના પોઝિટિવ થયા છે. આશુતોષ અને તેની પત્ની રેણુકા શહાણે ગત સપ્તાહમાં કોરોના વાયરસનો પહેલો ડોઝ લીધો હતો.
આશુતોષ રાણાએ જણાવ્યું હતું કે તેમણે ગત સપ્તાહમાં ૬ એપ્રિલે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. છતાં પણ તેઓ કોરોના પોઝિટિવ થયા છે. રેણુકા અને આશુતોષની વેક્સિન લેતા સમયની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર જાેવા મળી હતી. જાેકે હજુ સુધી એ જાણવા મળી શકતું નથી કે હવે આશુતોષની તબિયત કેમ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટી કોરાના પોઝિટિવ જાેવા મળ્યા છે. જેમાં અક્ષય કુમાર, આમિર ખાન, ગોવિંદા, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, વિકી કૌશલ, કટરીના કેફ વગેરેનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ૧૪ એપ્રિલથી તમામ ફિલ્મ અને ટીવી સીરીયલનું શૂટિંગ પ્રતિબંધિત કર્યું છે.
Recent Comments