આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ, ખાલીસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની કસ્ટડી એક વર્ષ માટે લંબાવવામાં આવીજેલમાં રહીને લોકસભાની ચૂંટણીમાં પંજાબની ખદુર સાહિબ બેઠક ઉપરથી વિજય મેળવ્યો
ખાલીસ્તાની સમર્થક અને કટ્ટરપંથી શીખ ઉપદેશક, આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંહની કસ્ટડી એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. જેલમાં રહીને લોકસભાની ચૂંટણીમાં પંજાબની ખદુર સાહિબ બેઠક ઉપરથી ૧,૮૦,૦૦૦થી વધુ મતોથી વિજય મેળવ્યો હતો. અમૃતપાલે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરાને ૧,૮૦,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા હતા. હવે અમૃતપાલ સિંહની કસ્ટડીનો સમયગાળો એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમૃતપાલ સિંહ ગયા વર્ષે માર્ચથી જેલમાં છે. ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ અને તેના ત્રણ સહયોગીઓની કસ્ટડીનો સમયગાળો ૨૪ જુલાઈએ પૂરો થવાનો હતો.
અમૃતપાલના વકીલ હરપાલ સિંહ ખારાએ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમૃતપાલ સિંહે શપથ લીધા તે પહેલા જ એનએસએ એ તેમની કસ્ટડી ૧ વર્ષ માટે વધારી દીધી છે. અમૃતપાલ સિંહની કસ્ટડીમ વધારો કરતા કહેવામાં આવ્યું હતું કે “તથ્યો અને સંજોગોના આધારે, સલાહકાર બોર્ડનો અભિપ્રાય છે કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, ૧૯૮૦ ની જોગવાઈઓ હેઠળ અટકાયતી અમૃતપાલ સિંહ સંધુ ઉર્ફે અમૃતપાલ સિંહને અટકાયતમાં રાખવા માટે પૂરતા આધાર છે”
Recent Comments