આસામને ફરી ઠગવા નીકળી છે કોંગ્રેસઃ મોદીના આકરા પ્રહારો

આસામની સંસ્કૃતિને નષ્ટ કરવાનું સ્વપ્ન જાેઇ રહેલા મહાજૂઠ બોખલાઇ રહ્યા છે
પીએમ મોદીએ કોકરાઝારમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, આખુ ભારત જાણે છે કે અહીના નવયુવાનમાં ફૂટબોલ ઘણુ ફેમસ છે, તેમની ભાષામાં કહું તો કોંગ્રેસ અને તેમના મહાજૂઠને ફરી રેડ કાર્ડ બતાવવામાં આવ્યુ છે. આસામના વિકાસ માટે આસામના લોકોનો વિશ્વાસ એનડીએ પર છે. આસામમાં શાંતિ અને સુરક્ષા માટે આસામના લોકોનો વિશ્વાસ એનડીએ પર છે. આસામની સંસ્કૃતિને નષ્ટ કરવાનું સ્વપ્ન જાેઇ રહેલા મહાજૂઠ બોખલાઇ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે, આ ચૂંટણી મહાજાેતનું મહાજૂઠ અને ડબલ એન્જિનના મહાવિકાસ વચ્ચે છે. કોંગ્રેસે અમારા સુત્ર, અમારા નામઘરોનો ગેરકાયદેસર કબજાે ગિરોહના હવાલે કર્યો, એનડીએએ તેમને મુક્ત કર્યા. કોંગ્રેસે બરાક, બ્રહ્મપુત્ર, પહાડ, મેદાન- બધાને ભડકાવ્યા, એનડીએએ તેમને વિકાસના સેતુથી જાેડ્યા છે. કોંગ્રેસે ટી ગાર્ડનમાં કામ કરનારા સાથીઓને ક્યારેય પૂછ્યુ પણ નથી. આ એનડીએની સરકાર જ છે જેમણે ટી ગાર્ડન્સમાં કામ કરનારા મજૂર ભાઇ-બહેનોની દરેક ચિંતાના સમાધાનનો પ્રયાસ કર્યો છે.
એવી કોઇ જનજાતિ નથી જેને કોંગ્રેસે વિશ્વાસઘાત ના કર્યો હોય. બીજી તરફ એનડીએ સરકાર, કોચ, રાજબોન્શી, મોરાન, મોટોક, સૂતિયા તમામ જનજાતિયોના હિતમાં પગલા ભરી રહી છે, તેની માટે નવી ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવવાનુ કામ ઝડપથી ચાલી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, મને સંતોષ છે કે ૨૦૧૬માં બીટીઆરમાં શાંતિ અને વિકાસનો જે દાવો અમે કર્યો હતો, તેને લઇને અમે ઘણા ઇમાનદાર પ્રયાસ કર્યા છે. કોંગ્રેસના લાંબા શાસને આસામને બોમ્બ, બંદૂક અને બ્લૉકેડમાં ઝોકી દીધી હતી.
એનડીએએ આસામને શાંતિ અને સમ્માનની ભેટ આપી છે. પીએમ મોદીએ કહ્યુ કે, આ અટલજીની એનડીએ સરકાર હતી જેને બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલનો અધિકાર તમને આપ્યો. આ એનડીએની વર્તમાન કેન્દ્ર સરકાર છે, જેને સ્થાઇ શાંતિ માટે ઐતિહાસિક બોડો અકૉર્ડ પર મોહર લગાવી. આજે બીટીઆરનો વિસ્તાર પણ થયો છે અને વિકાસની નવી શરૂઆત પણ થઇ છે. બોડોલેન્ડના સ્થાયી વિકાસ માટે અમારો મંત્ર છે- પીસ, પ્રોગ્રેસ અને પ્રોટેક્શન એટલે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા. લાંબા સમય બાદ આસામમાં શાંતિ પરત ફરી છે. જે સાથી બંદૂક છોડીને પરત ફર્યા છે, તેમની દરેક શક્ય સહાયતા માટે એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે.
હજુ પણ જે પણ સાથી પરત નથી ફર્યા, તેમને પણ મારો આગ્રહ છે કે શાંતિ અને વિકાસના આ મિશનથી તમે પણ જાેડાઇ જાવો. કોંગ્રેસ એક મહાજૂઠ બનીને, એક વખત ફરી કોકરાઝાર સહિત આખા બોડોલેન્ડ ટેરિટોરિયલ રીજનને ઠગવા નીકળી છે. જે દળના નેતાઓએ કોકરાઝારને હિસાની આગમાં ઝોકી હતી, આજે કોંગ્રેસે પોતાનો હાથ અને પોતાનું ભાગ્ય તે લોકોને થમાવી દીધુ છે. કાલે એક વીડિયોમાં આખા આસામે જાેયુ છે કે કેવી રીતે આસામની ઓળખ, આસામની બહેનોના શ્રમના પ્રતીક, ગમોસાનુ ખુલ્લેઆમ અપમાન કર્યુ છે.
Recent Comments