આસામમાં સુરતની સાડી પર પ્રતિબંધથી થયું કરોડોનું નુકસાન, મેખલા ચાદોર સાડી પર પ્રતિબંધ
સુરતમાં પોલિએસ્ટરમાંથી બનતી મેખલા સાડી પર આસામ સરકારે પ્રતિબંધને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આ બાબતને લઈને સાકેત ગ્રુપ દ્વારા બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી. દિવાળી પહેલાથી જ ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીમાં ઘેરાઈ ચૂક્યો છે, લગ્ન સિઝન પણ ફેઈલ ગઈ હતી. આસામી સિલ્કની પરંપરાગત સાડી મેખલા સુરતના વેપારીઓ દ્વારા પોલિએસ્ટરમાંથી બનાવે છે.
આ સાડીને આસામ સરકારે બેન કરી દીધી છે. આ સાડી આસામની હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન કરશે તેવું કારણ આપીને પ્રતિબંધિત કરાઈ હતી. જેથી સુરતના ઉદ્યોગકારોને આર્થિત ફટકો પડવાની સંભાવના છે. સુરતમાં ઉત્પાદિત મેખલા ચાદોર સાડીઓનું વેચાણ તથા મોટા પ્રમાણ માં રો મટીરીયલ યાર્ન – ઝરી પણ ત્યાં મોકલવવામાં આવતું હતું. ટેકસટાઇલ ઉદ્યોગના ૫ હજારથી વધુ ટ્રેડર્સ, વિવર્સ સહિત કામદારોની રોજગારીને અસર થઈ રહી છે.
Recent Comments