fbpx
રાષ્ટ્રીય

આસામમાં ૧૦ દિવસમાં ચોથી વખત અનુભવાયા ભૂકંપના આંચકા, ૩.૦ની તીવ્રતા


છેલ્લા ૧૦ દિવસમાં ચોથી વખત આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે નગાંવ ખાતે ધરતીમાં કંપન થયું હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપની જાણ થતા જ લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

આસામમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા તો માત્ર ૨૪ કલાકમાં જ ધરતી ૧૦થી વધારે વખત ધ્રુજી હતી. નગાંવ ખાતે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા વધારે ન હોવાથી જાન-માલનું કોઈ ખાસ નુકસાન નથી નોંધાયું.
અગાઉ ૭ મેના રોજ આસામમાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પહેલા ૩ અને ૫ મેના રોજ પણ આસામમાં ભૂકંપ આવ્યો હતો.

Follow Me:

Related Posts