આસામ અને નેપાળમાં આવેલા પુરને લીધે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્વિક પર્યાવરણ બગડતું જાય છે. તેની અસરરૂપે ગત દિવસોમાં આસામની નદીઓમાં વિનાશક પુર આવ્યું હતું જેમાં પ્રાપ્ત અખબારી અહેવાલો મુજબ ૩૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ પુરની હોનારતમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૫,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આસામનાં ડીઝાસટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે અન્યથા આ રાશિ મુખ્યમંત્રી રાહત ફંડમાં કોલકાતા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.
બીજી તરફ નેપાળમાં ભારે વરસાદને પગલે જમીન ધસી પડતાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે. આ ઘટનામાં માર્યા ગયેલાઓને પણ પૂજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. તેમના પરિવારજનોને પણ નેપાળી ચલણમાં સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા સાડા સાત લાખથી વધુ રકમની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયુ છે.
Recent Comments