આસારામની સારવાર માટે નારાયણ સાંઇએ જામીન માંગ્યા
સુરતની પરીણિતા સાથે દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઇએ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાગ્રસ્ત આસારામની સેવા કરવા માટે ૨૦ દિવસના જામીન માંગ્યા છે.
નારાયણ સાંઇએ જામીન મેળવવા માટે રજૂઆત કરી છે કે આસારામને એલોપથી દવાથી મૃત્યુ નીપજી શકે છે તેથી આયુર્વેદિક દવાઓથી તેમની સારવાર કરવાની હોવાથી ૨૦ દિવસના જામીન મંજૂર કરવા જાેઇએ. નારાયણ સાંઇની જામીન અરજી પર વધુ સુનાવણી ૨૬મેએ હાથ ધરાશે.
નારાયણ સાંઇ અને આસારામ પિતા-પુત્રએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. બન્નેનું જામીન માંગવાનું કારણ એક હોવા છતા તેમાં વિરોધાભાસ જાેવા મળી રહ્યો છે. આસારામે હાઇકોર્ટમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવા માટે જામીન માંગ્યા છે. તો નારાયણ સાંઇએ તેની જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે આસારામને એલોપથી સારવારથી મોત થઇ શકે છે તેથી આયુર્વેદિક સારવાર કરવાની છે અને સેવા કરવા ૨૦ દિવસના જામીન આપવામાં આવે.
આસારામની જાેધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે આસારામે રાજસ્થાનની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જાેકે, તેમની જામીન અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
Recent Comments