fbpx
અમરેલી

આસોદર પ્રા.શાળા ના શિક્ષકને નવી દિલ્લી ખાતે કબીર કોહિનૂર એવોર્ડથી સન્માનિત કરાયા

અમરેેલી જિલ્લા ના લાઠી તાલુકાના આસોદર પ્રા. શાળા ના શિક્ષકને નવી દિલ્લી ખાતે કબીર કોહિનૂર એવોર્ડથી સન્માનિત કરાયા તા.5 ફેબ્રુઆરી 2023 ના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ રોડ, નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય સદ ગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન, મોટી ખાટુ, (જાયલ) નાગૌર, રાજસ્થાન આશ્રમ દ્વારા સમગ્ર ભારત દેશમાંથી 100 પતિષ્ઠિત વ્યકિતઓની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી ગુજરાત રાજ્યના 8 શિક્ષકોમાંથી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર  પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી સુુરેેશકુમાર ડી.નાગલા ને શિક્ષણ ક્ષેત્રે કરેલ વિશિષ્ટ પ્રદાન બદલ “કબીર કોહિનૂર એવોર્ડ ” થી સન્માન થતાં  પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા.જેમણે શાળા  અને ગામનુ ગૌરવ  વધારેલ  છે.

Follow Me:

Related Posts