રાષ્ટ્રીય

આ અઠવાડિયે ફરી ઠંડીનો ચમકારો આવશે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા આ રીતે ઘરે બનાવો ‘આદુ પાક’

ફરી એક વાર ઠંડીનો ચમકારો આવશે ત્યારે જતી ઠંડીમાં તમે પણ આ રીતે ઘરે આદુ પાક બનાવો અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી દો.  

સામગ્રી

200 ગ્રામ રેસા વગરનું આદુ
200 ગ્રામ ઘઉંનો લોટ
200 ગ્રામ ખાંડ
2 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ
2 ટીસ્પૂન ખસખસ
1 ટીસ્પૂન એલચીનો ભૂકો
1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
1/4 ટીસ્પૂન કેસર
25 ગ્રામ સૂકા કોપરાનું છીણ
2 ટેબલસ્પૂન છોલેલ બદામની કતરણ
જરૂર મુજબ ઘી
એલચી
 લીંબુનો રસ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ આદુને બરાબર ધોઇને લૂછી લો.
  • ત્યારબાદ આદુને છોલીને મિક્સરમાં માવો બનાવી લો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો અને ધીમા તાપે ઘીમાં ઘઉંના લોટને શેકી લો.
  • આટલી પ્રોસેસ થઇ જાય એટલે એક પ્લેટમાં કાઢી ઘીમાં કોપરાની છીણને થોડી શેકી લો અને હાથેથી મસળીને ભૂકો કરી દો.
  • ત્યારબાદ ખસખસને પણ આ જ રીતે શેકી લો.
  • હવે બીજી એક મોટી કઢાઇમાં ઘી લો અને અંદર એલચી અને આદુનો માવો નાખો દો.
  • હવે જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ અંદર ઘઉંનો લોટ, કોપરાનું છીણ અને ખસખસ નાખી મિક્સ કરી લો અને ગેસ બંધ કરી નીચે ઉતારી લો.  
  • હવે એક તપેલીમાં ખાંડ લો. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી થોડું ઉકાળો.
  • ત્યારબાદ અંદર થોડો લીંબુનો રસ નાખો એટલે કચરો ઉપર આવી જશે. ઉપર આવેલા કચરાને હવે કાઢી લો.
  • હવે કેસરને દૂધમાં ઓગાળી ચાસણીમાં નાખો, ચાસણી બેતારી બની જાય એટલે અંદર આદુનું મિશ્રણ, એલચી-જાયફળનો ભૂકો, અડધી બદામ પિસ્તાની કતરણ નાખો અને મિક્સ કરી દો.
  • તો તૈયાર છે આદુ પાક

Related Posts