fbpx
રાષ્ટ્રીય

આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયા પછી હવે યુપીને કોઈ ટોણા નહીં મારી શકેઃ પ્રધાનમંત્રી મોદી

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(જેવર એરપોર્ટ)નો શિલાન્યાસ કરવામાં આવશે. એ વિશ્વનું ચોથું સૌથી મોટું એરપોર્ટ હશે. એના નિર્માણમાં ૨૯ હજાર ૬૫૦ કરોડ રૂપિયા ખર્ચાશે. અહીં એકસાથે ૧૭૮ વિમાન ઊભા રહી શકશે. અમે તમને ફોટો પ્રેઝન્ટેશન દ્વારા જેવર એરપોર્ટ વિશે જણાવી રહ્યા છે. જેવર એરપોર્ટના નિર્માણમાં ૨૯ હજાર ૬૫૦ કરોડ રૂપિયા ખર્ચાશે. પ્રથમ ફ્લાઈટ અહીંથી સપ્ટેમ્બર ૨૦૨૪માં ઊડશે. જેવર એરપોર્ટ ૫૮૪૫ હેક્ટર જમીન પર બનશે. જાેકે પ્રથમ તબક્કામાં એનું નિર્માણ ૧૩૩૪ હેક્ટર જમીન પર થશે. ફર્સ્‌ટ ફેઝમાં બે પેસેન્જર ટર્મિનલ અને બે રનવે બનાવવામાં આવશે. પછીથી અહીં કુલ પાંચ રનવે બનશે.
જ્યારે જેવર એરપોર્ટ એના સંપૂર્ણ ક્ષેત્રફળ પર વિકસિત થશે, ત્યારે એ ફ્લોરિડાના ઓરલેન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટને પછાડીને વિશ્વના ચોથા મોટા હવાઈ એરપોર્ટની યાદીમાં સ્થાન બનાવી ચૂક્યું હશે. આ એરપોર્ટ વર્ષ ૨૦૩૦ સુધીમાં દિલ્હી જેવું ઈન્ટરનેશનલ એરપોર્ટ બની શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ેંઁમાં ગ્રેટર નોઈડાની નજીક નિર્માણ થવા થઈ રહેલા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કરવા પહોંચી ગયા છે. તેમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ છે. મંચ પર આવતા પહેલા મોદી જેવર એરપોર્ટના મોડલને જાેઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ રિમોટનું બટન દબાવી એરપોર્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પહેલા સીએમ યોગીએ કહ્યું કે જિન્નાના અનુયાયીએ શેરડીની મીઠાશમાં કડવાશ ભેગી કરી હતી, શેરડીની મીઠાશને ઈન્ટરનેશનલ સ્તર પર લઈ જવા માટે એરપોર્ટ મહત્વપૂર્ણ ભાગ રહેશે. પ્રથમ વર્ષે લગભગ ૪૦ લાખ મુસાફરની અવર-જવર રહેશે. ૨૦૨૫-૨૦૨૬માં મુસાફરોની સંખ્યા ૭૦ લાખ થઈ શકે છે. દર વર્ષે આ સંખ્યા બેગણી વધવાનું અનુમાન છે. ૨૦૪૪ સુધીમાં મુસાફરોની સંખ્યા લગભગ ૮ કરોડ થાય એવી શક્યતા છે. અહીં એકસાથે ૧૭૮ વિમાન ઊભા રહી શકશે. એર ટ્રાફિક વધવા પર આનાથી વધુ રનવે બનાવવામાં આવી શકે છે. ઘરેલુ ઉડાનોમાં ૪૦ ટકા માગ મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવી મેટ્રો સિટીમાં અવર-જવર કરનારા મુસાફરોની છે. આ કારણે જેવર એરપોર્ટથી શરૂઆતમાં ૮ ઘરેલુ ઉડાન શરૂ કરવામાં આવશે. આ એરપોર્ટ ચાર એક્સપ્રેસ-વે, મેટ્રો, બુલેટ ટ્રેન અને પોડ ટેક્સી સાથે જાેડાશે. એની સૌથી ખાસ વાત એ છે કે મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં બનશે, એમાં હવાઈ મુસાફરી કરનારા પેસેન્જરની તમામ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે

Follow Me:

Related Posts