ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ફેશન સેન્સને લઈને જાણીતી છે. જાેકે, આ વખતે એક્ટ્રેસ બીજા કોઈ કારણે ચર્ચામમાં છે. એક્ટ્રેસે એકવાર ફરી પોતાના ભૂતકાળને લઈને દર્દનાક ખુલાસો કર્યો છે. ઉર્ફીએ જણાવ્યું કે કેવી રીતે તેના પોતાના પિતાએ તેની સાથે ખરાબ વર્તન કર્યુ અને તેના કારણે તેણે નાની ઉંમરમાં જ ઘર છોડી દેવાનો ર્નિણય કર્યો હતો. શું બોલી ગઈ એક્ટ્રેસ?.. સમગ્ર બાબતને લઈને હ્યુમન્સ ઑફ બોબ્મે સાથે થયેલી એક વાતચીત દરમિયાન ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો કે, ફક્ત ૧૫ વર્ષની ઉંમરમાં તેના ફોટોને પોર્ન સાઈટ પર અપલોડ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ તેનો સાથ આપવાની બદલે તેને જ દોષી કહી દીધું. તેણી ખુદ પોતાની દીકરીને પોર્ન સ્ટાર જણાવવા લાગ્યા હતાં. સાથે જ તેમણે સંબંધીઓમાં પણ એકટ્રેસ વિશે ખોટી માહિતી ફેલાવી હતી. એક્ટ્રેસે પોતાની વાત રાખતા આગળ કહ્યુ કે, ‘મારા પિતાએ મને ક્યારેય સમજી નથી. પરંતુ, તે લોકો પાસેથી સિમ્પેથી લેવાનો પ્રયત્ન કરતા હતાં. તે મને ત્યાં સુધી મારતા જ્યાં સુધી હું બેભાન ના થઈ જાવ. તેમની આ જ વાતોને કારણે મને સુસાઈડ સુધીના વિચાર આવવા લાગ્યા હતાં.
મને ખબર હતી મારી સાથે ખોટું થઈ રહ્યુ છે પરંતુ, કોઈએ મારા માટે અવાજ ના ઉઠાવ્યો. તે સમયે હું મેકઅપ કરીને મારી જાતને સારો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરતી હતી.’ ઉર્ફી જાવેદે જણાવ્યું, ‘મને બાળપણથી જ ફેશનમાં રસ હતો. હું લખનૌમાં ક્રોપ ટૉપની ઉપર જેકેટ પહેરતી હતી. ત્યાં છોકરીઓને આ પ્રકારના કપડાં પહેરવાની પરવાનગી નહતી. પપ્પા અબ્યૂસિવ હતાં, તે આ કારણોસર પણ મને મારતા હતાં. પછી એક દિવસે તેમના ટોર્ચરથી બહાર આવવા હું પૈસા વિના જ ૧૭ વર્ષની ઉંમરે ઘરથી ભાગી ગઈ. આ દરમિયાન પિતાએ મારા પરિવારને પણ ત્યાગી દીધો. હું મારી માતાને મળી. હું મુંબઈમાં આવી અને ડેઇલી સોપમાં નાના-માોટા રોલ કર્યા. પછી મને બિગ બોસમાં આવવાનો મોકો મળ્યો અને અહીં મને ઓળખ મળી.’ એક્ટ્રેસે કહ્યુ, ‘મને હંમેશાથી જ ફેશ પસંદ હતી કેખી મેં તેને પસંદ કર્યુ. ટ્રોલ થવા લાગી પરંતુ મેં હાર ના માની. પરંતુ, દિનપ્રતિદિન બોલ્ડ થતી જ ગઈ. મેં કોઈને મારી જાતને ડિફાઈન કરવા નથી દીધું. હું જલ્દી મુંબઈમાં પોતાનું ઘર ખરીદવા જઈ રહી છું.’
Recent Comments