fbpx
બોલિવૂડ

આ એક્ટ્રેસે હોલિવૂડના પ્રોડ્યુસર હાર્વે વેઈનસ્ટીન વિશે સનસનીખેજ ખુલાસો કર્યો

૧૮ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘ડર્ટી ડાન્સિંગ’ હવાના નાઈટ્‌સ’ની ડાન્સરે હોલિવૂડના પ્રોડ્યુસર હાર્વે વેઈનસ્ટીન વિશે ખૂબ જ સનસનીખેજ ખુલાસો કર્યો છે. ડાન્સર એશ્લે એમએ હાર્વે વિંસ્ટીન પર હોટલના રૂમમાં તેના ચહેરા અને બૉડી પર માસ્ટરબેટ (હસ્તમૈથુન)કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન તેનો આસિસ્ટન્ટ હોટલના રૂમની બહાર ચોકી કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, લોસ એન્જલસ કોર્ટમાં હાર્વે વેઈનસ્ટીન વિરુદ્ધ ચાલી રહેલા યૌન શોષણના કેસ દરમિયાન, એશ્લે તેની વાત રજૂ કરતા રડી પડી હતી. તેણે ૨૦૦૩માં પ્યૂર્ટો રિકોની એક હોટલમાં હાર્વે વિંસ્ટીન સાથેના તેના ભયાનક અનુભવ વિશે જણાવ્યું. વિંસ્ટીન વિરુદ્ધ જુબાની આપતાં એશ્લેએ કહ્યું- ૧૯ વર્ષ પહેલા પ્યૂર્ટો રિકો ડાન્સર્સ તેમની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વિંસ્ટીન તેને અધવચ્ચેથી ઉઠાવીને લઈ ગયો અને નેકેડ મસાજ આપવાની ડિમાંડ કરી.

એશ્લેના કહેવા પ્રમાણે, ૨૦૦૩માં તે માત્ર ૨૨ વર્ષની હતી. આવી સ્થિતિમાં વિંસ્ટીનના આ અશ્લીલ કૃત્યની તેના મન પર ઊંડી અસર થઈ હતી. એશ્લેએ જણાવ્યું કે જ્યારે વિંસ્ટીન તેની પાસે આવ્યો ત્યારે તે ડાન્સર્સ સાથે બોલરૂમ સીન શૂટ કરવા જઈ રહી હતી. આ પછી વિંસ્ટીને કહ્યું કે કંઈક પ્રાઇવેટ વાત કરવાની છે, બહાર આવો. હું તેમની સાથે બહાર ગઇ. એશ્લેના જણાવ્યા અનુસાર, વિંસ્ટીનની સાથે તેનો આસિસ્ટન્ટ બોની હંગ પણ હતો. તેણે તેમને કારમાં બેસવા કહ્યું અને કહ્યું કે તે તેમની સાથે કંઈક વાત કરવા માંગે છે. વિંસ્ટીને પછી મને કહ્યું કે મેં ગ્વાનેથ પેલ્ટ્રો જેવી એક્ટ્રેસીસ સાથે નેકેડ મસાજ જેવી વસ્તુઓ કરી છે અને તે તેના કરિયર માટે સારું રહેશે. તે પછી વિંસ્ટીન મને ત્યાંથી એક હોટલના રૂમમાં લઈ ગયો.

અમે બંને અંદર ગયા કે તરત જ તેમના આસિસ્ટન્ટ બોની હંગે પાછળથી દરવાજાે બંધ કરી દીધો. આનાથી મને ઘણો ડર લાગ્યો. આ પછી હંગ હોટલના રૂમની બહાર ઊભો રહ્યો. રૂમમાં એક માત્ર હું અને વિંસ્ટીન હતા, મને શું કરવું તે સમજાતું ન હતું. આ પછી વિંસ્ટીને મને બેડ પર ધકેલી દીધી અને મારુ ટોપ ઉતારવા લાગ્યો. ડાન્સર એશ્લેના જણાવ્યા અનુસાર, વિંસ્ટીને મને કહ્યું કે ડરીશ નહીં, આપણે સેક્સ કરવાના નથી. તે નગ્ન થઇને આલિંગન કરવા જેવું જ છે. હું કોઈક રીતે રૂમમાંથી બહાર નીકળવા માંગતી હતી, પરંતુ હું જાણતી હતી કે વિંસ્ટીનનો આસિસ્ટન્ટ રૂમની સિક્યોરિટી કરી રહ્યો હતો. તેથી જ હું ભાગી પણ શકતી ન હતી. એશ્લેના કહેવા પ્રમાણે, વિંસ્ટીને પોતાના કપડા ઉતાર્યા અને માસ્ટરબેશન કરવા લાગ્યો.

તે ફક્ત તે જ કરતો રહ્યો, તેનાથી આગળ વધ્યો નહીં. થોડી જ વારમાં તેણે મારા ચહેરા, છાતી અને મારા શરીરના અન્ય ભાગો પર સ્ખલન કર્યું. મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મારી સાથે બળજબરી કે બળાત્કાર જેવું કંઈ કર્યું નથી. તમને જણાવી દઈએ કે હાર્વે વિંસ્ટીન હોલીવુડના જાણીતા પ્રોડ્યુસર રહી ચુક્યા છે. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ, ન્યુ યોર્કની જ્યુરીએ તેને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યો. હાર્વે પર ગુનાહિત જાતીય કૃત્ય અને બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તે દોષિત સાબિત થયો હતો. હાર્વે પર ૮૦થી વધુ મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેમાં તેની ભૂતપૂર્વ સહકર્મી મિમી હેલી અને હોલીવુડ એક્ટ્રેસ જેસિકા માન પણ સામેલ હતી. ૬૯ વર્ષીય હાર્વેને ૨૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વિંસ્ટીન હાલમાં ન્યુયોર્કની જેલમાં છે.

Follow Me:

Related Posts