આ કંપનીએ લોન્ચ કર્યો IPO, નફાના સંકેતો પહેલા જ દિવસે દેખાયા!..
એમઓએસ યૂટિલિટી લિમિટેડનો આઈપીઓ આજે એટલે કે, ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ ખુલી ગયો. આ ઈશ્યૂમાં ગુરૂવાર ૬ એપ્રિલ સુધી દાવ લગાવી શકાશે. એમઓએસ યૂટિલિટી આઈપીઓ પ્રત્યેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળા ૬૫,૭૪,૪૦૦ ઈક્વિટી શેરોનો હશે. આમાં ૫૭,૭૪,૪૦૦ ફ્રેશ ઈક્વિટી શેર અને પ્રમોટર દ્વારા ૮,૦૦,૦૦૦ ઈક્વિટી શેરો માટે ઓફર ફોર સેલ સામેલ છે. તેનો પ્રાઈસ બેન્ડ ૭૨ રૂપિયાથી લઈને ૭૬ રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો છે. કેવો ચાલી રહ્યો છે ય્સ્ઁ?… બજાર જાણકારોના અનુસાર, એમઓએસ યૂટિલિટીના શેર આજે ગ્રે માર્કેટમાં ૭ રૂપિયાના પ્રીમિયમ પર છે.
એટલે કે દાવ લગાવનારા રોકાણકારોને પહેલા જ દિવસે નફો થઈ શકે છે. કંપનીના શેર એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ૧૮ એપ્રિલ, ૨૦૨૩ના રોજ લિસ્ટ થવાની આશા છે. કંપની વિશે વિગતમાં દર્શાવી માહિતી… એમઓએસ યૂટિલિટી લિમિટેડ લોકલ કમ્યુનિટીને ડિજિટલ અને નાણાકીય સેવા આપે છે. એમઓએસએ એક ઈન્ટીગ્રેટેડ વેબસાઈટ (ુુુ.ર્દ્બજ-ુર્ઙ્મિઙ્ઘ.ર્ષ્ઠદ્બ) અને એક એપ-આધારિત પ્લેટફોર્મ બનાવ્યું છે. તેમના ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ દ્વારા સ્ર્ંજી વિવિધ નેટવર્ક ભાગીદારીઓની યાદી આપે છે. ચિરાગ શાહ, કુર્જીભાઈ રુપારેલિયા અને સ્કાઈ ઓશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના પ્રમોટર છે.
કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો…
Recent Comments