આ કારણે તમને થાય છે ઢીંચણમાં દુખાવો, ભૂલથી પણ આ વાતને ના કરો ઇગ્નોર, નહિં તો..
શું તમને ખ્યાલ છે કે ઢીંચણમાં અને પગમાં દુખાવો કેમ થાય છે? જો કે આ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, પરંતુ સૌથી મહત્વનું કારણ શરીરમાં વિટામીન્સની ઉણપ હોય છે. માનવામાં આવે છે કે, શરીરમાં પોષકતત્વોની ઉણપને કારણે તમે જ્યારે ચાલો ત્યારે પગમાં અને ઢીંચણમાં દુખાવો થતો હોય છે. આને દૂર કરવા માટે અનેક લોકો જાતજાતના ઉપાયો કરતા હોય છે તેમ છતાં ઠીક થતુ નથી. તો આજે અમે તમને જણાવીશું કે આ દુખાવો શરીરમાં કયા-કયા વિટામીન્સની ઉણપને કારણે થાય છે.
- અનેક વાર તમારા ઢીંચણમાં દુખાવો થવા પાછળનું કારણ તમારું ડાયટ હોય છે. ડાયટમાં પોષક તત્વો બરાબર પ્રમાણમાં ના હોવાથી ઢીંચણમાં ધીમે-ધીમે દુખાવો થવા લાગે છે. આ કારણે તમારે તમારા ડાયટ બદલવું ખૂબ જરૂરી છે. આ માટે તમે આજથી જ ભરપૂર પોષક તત્વોનું ડાયટ લો.
- આયરનની ઉણપને કારણે પણ પગમાં દુખાવો થાય છે. એક રિપોર્ટ અનુસાર શરીરમાં આયરનની ઉણપને કારણે લેગ્સ સિન્ડ્રોમમાં દુખાવો થઇ શકે છે. સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓમાં આ તકલીફ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય આહાર અને થેરાપીના માધ્યમથી પણ શરીરમાં આયરનની ઉણપને દૂર કરી શકો છો.
- તમારા શરીરમાં વિટામીન બી12ની માત્રા ઓછી હોય તો પણ અનેક પ્રકારના દુખાવા તમને થાય છે. જો કે વિટામીન બી12 તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને તંત્રિકા તંત્ર કાર્યોને સુધારવા સિવાય પણ અનેક રીતે ફાયદાકારક છે. વિટામીન બી12ની ઉણપને કારણે શરીરમાં થાક જલદી લાગે છે. આ માટે વિટામીન 12થી ભરપૂર આહાર જેવા કે માછલી, શેલફિશ, બિન્સ, દૂધ, ઇંડા જેવી વગેરે વસ્તુઓને એડ કરો. આજકાલ અનેક લોકો વિટામીન બી12ની ઉણપથી પીડાતા હોય છે. જો કે ઘણાં લોકો તો આના ઇન્જેક્શન પણ લેતા હોય છે.
Recent Comments