આ કાળઝાળ મોંઘવારીમાં ઇપીએફ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન હાલના સંજોગોમાં સાત હજાર રૂપિયા કરવું જોઈએ એવું સાવરકુંડલાના પેન્શન ધારકોની સરકારને જાહેરમાં વિનમ્ર માંગ છે.
આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ થયું ત્યારે નિવૃત્ત ઈપીએફ હોલ્ડર કર્મચારીઓને પણ સરકાર પાસે થોડી આશા હતી. સમય કપરો છે. કેવળ ભગવાનના નામે જિંદગી તો નથી ચાલતી.. જીવન નિર્વાહ માટે પણ આ કાળઝાળ મોંઘવારીમાં પર્યાપ્ત માત્રામાં રૂપિયા જોઈએ.આવી કાળઝાળ મોંઘવારીમાં ઇપીએફ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન પ્રતિ માસ ૭૦૦૦ રૂપિયા કરવા સાવરકુંડલા ઇપીએફ ધારકોની માંગ. વર્ષો સુધી નોકરી કર્યા પછી પણ મળતી પેન્શનની રકમ ચણા મમરા સમાન ગણાય..એમાં પણ મોંઘવારી કુદકે અને ભૂસકે વધી રહી હોય તેવા સંજોગોમાં આ પેન્શન ધારકોનાં પેન્શનમાં રતિભાર પણ વધારો થતો નથી..!! શું આ વિકાસની પરિભાષા ગણી શકાય ખરી.
દેશમાં લગભગ પાંચ થી છ કરોડ ઇપીએફ હોલ્ડર માટે તો જિંદગીભર કાળી મહેનત કરીને ઇપીએફ તરીકે કરેલી બચતનું મૂલ્ય સાંપ્રત બઝાર ભાવ પ્રમાણે ચણા મમરા સમાન જ ગણાય..વિકસિત દેશોમાં નાગરિકોની પાછલી જિંદગી શાંતિથી જીવવા માટે ખાસ પ્રકારના લાભો સરકાર તરફથી આપવામાં આવે છે. આપણાં દેશમાં વર્ષોથી ઇપીએફ પેન્શન ધારકો માટે કોઈ નોંધનીય લાભો મળતાં નથી..સિવાય કે ચણા મમરા સમાન પેન્શન.. સરકાર ઈચ્છે તો આ સંદર્ભે પણ બજેટમાં જોગવાઈ કરી શકે છે. આમ પણ વિકસિત દેશોમાં સામાજિક દાયિત્વની પ્રબળ ભાવના સરકારમાં પ્રવર્તતી હોય છે. આપણા દેશમાં શું આ સંદર્ભે સરકાર રચનાત્મક દ્રષ્ટિકોણથી વિચારશે ખરી? સમરસ સમાજનું નિર્માણ અને સંવર્ધન કરવા માટે પણ સરકાર દ્વારા આ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન હાલના સંજોગોમાં પોષણક્ષમ તો કરવું જોઈએ એવી લોક લાગણી પ્રવર્તે છે. આંખો અંજાઈ જાય એવા જુદા જુદા સમારંભો કરતી સરકારને કાને આ વાત કયારે પડશે? તે તો ભગવાન જાણે..!!વર્ષો સુધી નોકરી કરતો ઈપીએફ હોલ્ડર કર્મચારી પોતાની નિવૃત્તિ જીવનકાળ દરમિયાન બિચારો અને બાપડો થાય એ સરકારને પણ ગમે ખરું? નિવૃત્ત ઈપીએફ હોલ્ડર કર્મચારી સ્વમાનભેર સુખાકારી ભોગવે એવું કોઈ પ્રાવધાન થાય એ જ સાંપ્રત સમયની માંગ
Recent Comments