આજકાલ અનેક લોકો એસિડિટીની સમસ્યાથી હેરાન થઇ રહ્યા છે. આજની આ ભાગદોડભરી જીંદગીમાં એસિડિટી થવી એ સામાન્ય બાબત હવે થઇ ગઇ છે. જો કે સાંજના સમયે એસિડિટી થવાની માણસ રાત્રે સરખી ઊંધ પણ લઇ શકતો નથી અને હેરાન-પરેશાન થઇ જાય છે.
એસિડિટીને કારણે વ્યક્તિને સતત પેટમાં બળતરા બળ્યા કરે છે. જો કે ઘણાં લોકોને તો હદ વગરની બળતરા પેટમાં થતી હોય છે. જો તમને એસિડિટીની સમસ્યા હોય તો તમે રાત્રે વહેલા જમવાનું રાખો. આ સાથે તળેલો ખોરાક ઓછો કરી દો. તો જાણી લો તમે પણ હંમેશ માટે એસિડિટીમાંથી છૂટકારો મેળવવા શું કરશો.
ગોળ ખાઓ
જો તમને ભયંકર એસિડિટીની સમસ્યા છે તો તમે જમ્યા પછી ગોળ ખાવાનું ભુલશો નહિં. જમ્યા પછી ગોળ ખાવાથી એસિડિટીમાંથી રાહત મળે છે. આ ગોળ તમે લાંબા સમય સુધી મોંમા રાખીને પછી ચાવીને ખાઓ છો તો એસિડિટીમાંથી રાહત મળે છે.
વરિયાળી-મધનું પાણી પીવો
એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે વરિયાળી અને મધનું પાણી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક કપ પાણી ઉકાળો અને તેમાં એક મોટી ચમચી વરિયાળી નાંખો. હવે આ પાણીને આખી રાત રાખી મુકો અને સવારે આ પાણી ગાળી લો અને એમાં એક ચમચી મધ નાખીને પી લો. જો તમે આ પાણી રેગ્યુલર પીશો તો એસિડિટીની સમસ્યામાંથી રાહત થઇ જશે.
કાળામરી-લીંબુ
એસિડિટીમાંથી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી કાળામરીનો પાઉડર અને અડધા લીંબુનો રસ નાંખીને પીવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. આ પાણી તમારે રોજ સવારે પીવાનું રહેશે. લીંબુમાં અનેક ગુણો એવા હોય છે જે તમારી હેલ્થની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.
Recent Comments