અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે. કરહાલ વિધાનસભા બેઠક પર સાત વખત સમાજવાદી પાર્ટીનો કબજાે રહ્યો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, જીઁ ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ પ્રેમ શાક્યને ૩૮,૦૦૦થી વધુ મતોથી હરાવ્યા.
લગભગ ૨૦ વર્ષ પહેલા ૨૦૦૨માં છેલ્લી વખત આ સીટ પરથી ભાજપે જીત મેળવી હતી તે સમયે સોબરન યાદવ ભાજપના ઉમેદવાર હતા. અખિલેશ યાદવના પિતા સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરીથી સાંસદ છે. તેઓ અહીંથી પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. છેલ્લા નવ વખતથી મૈનપુરી સીટ પરથી સપાના જ સાંસદ ચૂંટાયા છે. મુલાયમને કરહાલ સાથે ગાઢ સંબંધ છે. તેમણે અહીંની જૈન ઈન્ટર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું અને તેઓ અહીં શિક્ષક પણ હતા. કરહાલ સીટ પર યાદવ મતદારોનું વર્ચસ્વ છે.
અહીં આ સમુદાયની વસ્તી ૨૮ ટકા છે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી લીધી છે. તેમણે સમાજવાદી રથનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે આ નામાંકન એક ‘મિશન’ છે કારણ કે યુપીની આ ચૂંટણી રાજ્યનો ઈતિહાસ અને દેશની આગામી સદી લખશે!


















Recent Comments