fbpx
ગુજરાત

આ છે આહીર સમાજના લગ્નની પરંપરા , ભવ્યતા અને દિવ્યતાપરંપરાગત વસ્ત્રો , શસ્ત્રો સાથે ૨૦૦ કિલો સોનાનો શણગાર

રાજકોટ શહેરમાં લગ્નપ્રસંગમાં દેખાદેખીને કારણે પાર્ટી પ્લોટમાં ડેકોરેશન અને મોડર્ન થીમ માટે કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેવામાં શહેરમાં ૨૦૦ કિલોથી વધુના સોનાના ઘરેણાંઓના શણગાર સાથે પરંપરાગત વસ્ત્રો સાથે મહિલાઓ વરરાજાના ફુલેકામાં નીકળતા અને સાથે શસ્ત્રો પણ ધારણ કર્યા હતા. આહીર સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ હેરભાના પુત્ર સત્યજિતના લગ્ન સુરતના રામશીભાઈ ગોરિયાની પુત્રી કેયૂરીબેન સાથે નક્કી કરાયા છે.

સમારંભમાં પરંપરા જાળવી રાખવા માટે ગુરુવારે ફુલેકું કાઢવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજની મહિલાઓએ ફેશનેબલ કપડાં પહેરવાને બદલે પરંપરાગત વસ્ત્રો પહેરીને તેમજ સમાજની ઓળખ એવા સોનાના ઘરેણાંમાં સજ્જ થઈને ગરબા રમ્યા હતા. લગ્નપ્રસંગમાં એક અગ્રણીના જણાવ્યા અનુસાર આ મહિલાઓએ પહેરેલા ઘરેણાંમાં સોનાનો કુલ વજન ૨૦૦ કિલોથી પણ વધુ છે. ભારે વજનના ઘરેણાં પહેરીને પણ તેઓ ગરબે ઘૂમીને સમાજને પાશ્ચાત્ય સંસ્કૃતિની આંધળી દોટમાં થીમ બેઝ્‌ડ અને ડેસ્ટિનેશન વેડિંગ જેવા ખોટા દેખાડાને બદલે ભારતીય સંસ્કૃતિ કે જે વૈવિધ્યસભર છે, તે મુજબ લગ્ન સમારંભની ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

Follow Me:

Related Posts