આ છે ગુલાબજળની જાદુઇ અસર, આ રીતે ઉપયોગ કરશો તો સ્કિનને થશે અઢળક ફાયદાઓ
ગુલાબજળનો ઉપયોગ હજારો વર્ષોથી બ્યૂટી પ્રોડકટ્સના રૂપમાં ઉપયોગ થાય છે. ગુલાબજળ બ્યુટી ટોનિકનું કામ કરે છે. આ સ્કિનને નિખારવાની સાથે સાથે બીજા પ્રોબ્લેમ્સ પણ દૂર કરવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ ગરમીમાં કેવી રીતે કરશો ગુલાબજળનો ઉપયોગ..
આ છે ગુલાબજળના જબરજસ્ત ફાયદાઓ
- ગુલાબજળ સ્કિન માટે પીએચ સ્તરને બનાવવામાં મદદ કરે છે.
- ઓઇલી સ્કિનમાંથી છૂટકારો અપાવે છે.
- ગરમીમાં ત્વચાને એકદમ સાચી રીતે હાઇડ્રેટિંગ કરે છે.
- ગુલાબજળ ફેસ પર લગાવવાથી મોં પર આવતો સોજો, ખીલ જેવા અનેક સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
- સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિનને બચાવે છે.
આ રીતે ગુલાબજળનો ઉપયોગ કરો
હોઠને હાઇડ્રેટ રાખે
જો તમારા હોંઠ વારંવાર ફાટી જતા હોય તો તમે ગુલાબજળ હોંઠ પર લગાવીને રાત્રે સુઇ જાવો. જો તમે સતત 15 દિવસ સુધી ગુલાબજળ હોંઠ પર લગાવશો તો હોંઠ ફાટશે નહિં અને ગુલાબી પણ થશે.
મેક અપ રિમૂવ કરવા
તમારી સ્કિન શુષ્ક અને સંવદેનશીલ છે તો ગુલાબજળને મેક અપ રિમૂવરની જેમ ઉપયોગમાં લો. મેક અપ રિમૂવ કરવા માટે તમે ગુલાબજળનો યુઝ કરો છો તો તમારી સ્કિનને કોઇ નુકસાન થતુ નથી.
વાળને શાઇની કરે
તમે તમારા વાળની ચમક એવીને એવી રાખવા કન્ડિશનરમાં ગુલાબજળ મિક્સ કરો. આમ કરવાથી વાળ સિલ્કી અને શાઇની સાથે થાય છે. આ સાથે જ ગુલાબજળ વાળને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે.
સ્કિન પર થતી બળતરા ઓછી કરે અનેક લોકોને ગરમીમાં સ્કિન પર બળતરા થતી હોય છે. એવામાં જો તમે દિવસમાં બે વાર ગુલાબજળનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન પરની બળતરા ઓછી થશે અને સાથે મસ્ત ગ્લો પણ કરશે. આ માટે તમે થોડુ ગુલાબજળ લો અને એને રૂ અથવા તો હાથની મદદથી સ્કિન પર લગાવો.
Recent Comments