fbpx
રાષ્ટ્રીય

આ છે દુનિયાના સૌથી મોંઘા સફરજન, કીંમત જાણીને બેભાન થઈ જશો..

આ છે દુનિયાના સૌથી મોંઘા સફરજન, કીંમત જાણીને બેભાન થઈ જશો..

સફરજન એક એવું ફળ છે જે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ સફરજન કાશ્મીરમાં ઉગાડવામાં આવે છે. તે ઘેરા બદામી અને લીલા રંગના હોય છે. પણ એક સફરજન કાળુ અને ઘેરો જાંબલી રંગનું પણ હોય છે. તમે કદાચ આ સફરજન વિશે સાંભળ્યું નહીં હોય. તેની કિંમત એટલી વધારે છે કે તમને જાણીને આશ્ચર્ય થશે.

આ કાળા રંગના સફરજનને બ્લેક ડાયમંડ કહેવામાં આવે છે. તેના બગીચા તિબેટની ટેકરીઓ પર છે. તેને ચાઈનીઝ રેડ ડિલિશિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તેના કાળા અને ઘેરા જાંબલી રંગની પાછળ તિબેટના નાઈંગ-ચી પ્રદેશની વિશેષ ભૌગોલિક સ્થિતિ છે.

ચીનમાં સૌથી વધુ વપરાશ થાય છે
આ સફરજનનો સૌથી વધુ વપરાશ ચીનમાં થાય છે. ચીન 2015થી તિબેટના નાઈંગ-ચી વિસ્તારમાં તેનું ઉત્પાદન કરી રહ્યું છે. આ પ્રદેશમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘણો તફાવત છે. સફરજનના ઝાડને દિવસ દરમિયાન પુષ્કળ સૂર્યપ્રકાશ મળે છે. આ કારણોસર, તેનો લાલ રંગ કાળો અને ઘેરો જાંબલી બને છે.

આ સુપરમાર્કેટમાં થાય છે વેચાણ
આ કાળો ડાયમંડ બેઇજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને શેનઝેનમાં સુપરમાર્કેટમાં સારી રીતે વેચાય છે. તે સામાન્ય રીતે ગિફ્ટ પેકમાં વેચાય છે. એક પેકમાં 6થી 8 સફરજન હોય છે. એક સફરજનની કિંમત લગભગ 50 યુઆન એટલે કે 500 રૂપિયા છે

Follow Me:

Related Posts