રાષ્ટ્રીય

આ છે પાયોરિયાના લક્ષણો, જાણો નહિં તો પાછળથી થઇ જશો હેરાન-પરેશાન

આજના આ સમયમાં નાના બાળકોથી લઇને અનેક મોટા લોકો પાયોરિયા જેવી બીમારીથી પીડાતા હોય છે. પાયોરિયામાં પેઢા ખુલી જાય, બ્રશ કરો ત્યારે લોહી નિકળે, મોંઢામાંથી વાસ આવે જેવી અનેક સમસ્યાઓ પાયોરિયામાં થાય છે. પાયોરિયા એ પેઢાંનો એક વિશિષ્ટ પ્રકારનો રોગ છે, જેના કારણે પેઢામાં લોહી દૂષિત થાય છે અને પેઢામાં સતત દુખાવો પણ થવા લાગે છે. આમ, જો તમને આ લક્ષણો દેખાય તો તરત જ તમે ડોક્ટરને બતાવો, નહિં તો પાયોરિયાની સમસ્યાથી તમે હેરાન થઇ જશો.

  • પાયોરિયા એક એવો રોગ છે જેમાં દર્દીને કોઇ પણ પ્રકારનો દુખાવો થતો નથી. બહુ ઓછા લોકોને પાયોરિયામાં દુખાવો થતો હોય છે.
  • જ્યારે તમે બ્રશ કરો ત્યારે મોંઢામાંથી લોહી નિકળે તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
  • જો તમારા મોંમાંથી સતત વાસ આવતી હોય તો તમે આ વાતને ઇગ્નોર ના કરો અને ડોક્ટરને બતાવો. કારણકે મોંમાંથી વાસ આવવા પાછળનું એક કારણ પણ પાયોરિયા હોઇ શકે છે.
  • પાયોરિયાને કારણે પેઢા ફુલી જાય છે જેના કારણે દુખાવો થાય છે અને ખાવામાં પણ તકલીફ પડે છે.
  • પાયોરિયાને કારણે દાંત વચ્ચે જગ્યા થાય છે અને ધીરે-ધીરે જગ્યા વધતી જાય છે. જેના કારણે તમને ખાવામાં અને પાણી પીવામાં પણ તકલીફ પડે છે.
  • પાયોરિયા થવાને કારણે અનેક વાર દાંતમાં પણ કળતર થવા લાગે છે. જો તમને વારંવાર દાંતમાં કળતર થતી હોય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને આની ટ્રિટમેન્ટ કરાવવી જોઇએ.
  • પાયોરિયા થવાના લક્ષણોમાં સૌથી મોટી વાત એ છે કે આમાં તમારા દાંત હલવા લાગે છે અને દાંતમાં દુખાવો થવાનું શરૂ થઇ જાય છે.

Related Posts