આ છે ફણગાવેલા કઠોળને પલાળવાની સાચી રીત, નહીં તો ફાયદાના બદલે નુકસાન થશે….
આ છે ફણગાવેલા કઠોળને પલાળવાની સાચી રીત, નહીં તો ફાયદાના બદલે નુકસાન થશે….
ફણગાવેલા કઠોળ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ કઠોળ ફણગાવવાની સાચી રીત શુ છે? જો કઠોળને યોગ્ય રીતે ના ફણગાવવામા આવે તો તેને લાભના બદલે હાની પહોંચી શકે છે. આજે આપણે આ લેખમા કઠોળ ફણગાવવાની યોગ્ય વિધિ વિશે માહિતી મેળવીશુ.
આ રીતે પલાળો
કોઈ પણ કઠોળને પલાળતા પહેલા તેને પાણીથી સ્વચ્છ રીતે ધોઈ લો. ઘણા લોકોને સીધા કઠોળ પલાળવાની આદત હોય છે. આ કારણે તેના પર રહેલો પાવડર જેવો કચરો બરાબર સાફ થતો નથી. આથી તેને ફણગાવતા પહેલા પાણીથી ચોક્કસ સાફ કરવા જોઈએ.
કઠોળ ફણગાવતી વખતે જરૂરી માત્રામા પાણી ઉમેરવામાં ન આવે તો તે વ્યવસ્થિત રીતે ફૂલી શકતા નથી. જો તમે અડધો કપ કઠોળ લો છો તો તેની સામે ચાર ગણુ પાણી તેમાં એડ કરો. જેથી કઠોર બરાબર રીતે પલળી શકે.
કેટલી કલાક પલાળવા
કઠોળને ફણગાવવા માટે ઓછામાં ઓછો 24 થી 36 કલાકનો સમય લાગે છે. આથી તેનાથી પહેલા કઠોળ ખોલવાની ઉતાવળ ન કરવી જોઈએ.
હવા મળે તે રીતે રાખો
ચાળણીમાં કઠોળ ફણગાવતા હોવ તો ચાળણી નીચે એક વાટકો રાખી દેવો. જેથી કઠોળને હવા મળતી રહે. અને બરાબર રીતે કઠોર ફણગી શકે.
Recent Comments