આ જન આંદોલન છે, નિષ્ફળ નહીં થાય એમએસપી માટે કાયદો બનાવે સરકારઃ રાકેશ ટિકૈત
રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોને આંદોલન સમેટવાની અપીલ કરી છે. જેના પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એમએસપી પર સરકાર કાયદો બનાવે, નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે. ટિકૈતે કહ્યું કે, મેં એ માગ કરી છે કે, એમએસપી પર સરકાર કાયદો બનાવે. એમએસપી પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. આ આંદોલનમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.
સરકાર સાથેની વાતચીત પર તેમણે કહ્યું કે, જાે તેઓ વાતચીત કરવા માંગે છે તો અમે તૈયાર છીએ પરંતુ અમારું પંચ પણ તે અને મંચ પણ તે જ રહેશે. રાકેશ ટીકૈતે કહ્યું કે, આ બીલોને પરત ખેંચી એમએસપી પર કાયદો બનાવવો જાેઈએ. ટિકૈતે કહ્યું કે ભૂખ પર વેપાર ન થવો જાેઇએ. એવા કરનારાઓને બહાર નીકાળી દેવા જાેઇએ.
ટીકૈતે કહ્યું કે, દુધના મામલામાં પણ દેશની સ્થિતિ સારી નથી. આવું જ ચાલતું રહ્યું તો તૂર્કી જેવી સ્થિતિ થઈ જશે અને દુધ પણ બહારથી મંગાવવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અપીલ કરવી જાેઈએ કે દરેક સાંસદો પોતાની પેન્શન છોડે.
Recent Comments