અનિલ કપૂર સ્ટારર વેબ સીરીઝ ધ નાઇટ મેનેજરની પહેલી સીઝન હિટ રહી હતી. ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ સીરીઝ પર દર્શકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો. સાથે જ ફેન્સને સીરીઝની બીજી સીઝનની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં હતાં. હવે દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે. અનિલ કપૂરે પોતાની સીરીઝની બીજી સીઝનની રિલીઝ ડેટની ઘોષણા કરી દીધી છે. અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર સીરીઝ ‘ધ નાઇટ મેનેજર સીઝન ૨’ હવે ૩૦ જૂને રિલીઝ કરી દેવામાં આવશે. તેને લઇને ઘણો બઝ છે. અનિલ કપૂર આ સીરીઝમાં એક આર્મ્સ ડીલરની ભૂમિકા ભજવી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર આ સિરીઝમાં શાનદાર કેરેક્ટર ભજવતો જાેવા મળી રહ્યો છે. આ સીરીઝમાં અનિલ કપૂર આર્મ્સ ડીલરની ભૂમિકાને જીવંત કરતા જાેવા મળે છે. આ સિરીઝમાં અનિલ કપૂરની સાથે આદિત્ય રોય કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આદિત્ય રોય કપૂર ઇન્ટરનેશનલ આર્મ્સ સિન્ડિકેટની માહિતી મેળવવા માટે સરકારના એક એજન્ટની ભૂમિકા ભજવે છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૩૦ જૂને રિલીઝ થશે. આ વેબ સિરીઝમાં અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા છે. આ સાથે અન્ય પાત્રોમાં પણ ઉમદા કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. નાઇટ મેનેજર પાર્ટ ૨ ના ડાયરેક્ટર સંદીપ મોદી છે. આ સિરીઝ પ્રિયંકા ઘોષે ડિરેક્ટ કરી છે. આ સીરીઝમાં નાઇટ મેનેજરમાં અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સાથે શોભિતા ધૂલિપાલા, તિલોત્તમા શોમ, રવિ બહેલ અને સાસ્વતા ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. નાઇટ મેનેજરનો પહેલો પાર્ટ ૧૬ ફેબ્રુઆરીના રોજ ર્ં્્ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. આ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અનિલ કપૂરના અભિનયના ખૂબ વખાણ થયા છે. હવે અનિલ કપૂરના ફેન્સ બીજી સિઝનની રાહ જાેઈ રહ્યા હતા. હવે ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. હવે આ સિરીઝની બીજી સિઝન ૩૦ જૂને ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
આ તારીખે રિલીઝ થશે ‘ધ નાઇટ મેનેજર’ની બીજી સીઝન


















Recent Comments