ગોવાના બીચ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળો રોબોટ તૈનાત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ રોબોટ લોકોના જીવન બચાવવાનું કામ કરશે. રાજ્ય-નિયુક્ત લાઇફગાર્ડ સંસ્થા દ્રષ્ટિ મરીન એ હાલમાં જ તેની જીવન રક્ષક ક્ષમતાઓને વધારવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ઓરસ, એક સેલ્ફ ડ્રાઈવિંગ રોબોટ અને ટ્રાઇટન, એઆઈ સંચાલિત મોનિટરિંગ સિસ્ટમના રૂપમાં રજૂ કરી છે. આ નવતર પ્રયોગ આ સ્થાનોમાં બીચ સંબંધિત ઘટનાઓમાં વધારો થતો અટકાવશે. લાઇફગાર્ડ સંસ્થા દ્રષ્ટિ મરીને જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ૧,૦૦૦થી વધુ બચાવની ઘટનાઓ જાેવા મળી છે.
ટ્રાઇટને અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ કલાકનો રનટાઇમ પૂરો કર્યો છે. બંને એઆઈ-સર્વેલન્સ કેમેરા આધારિત સિસ્ટમો આસપાસના સ્થાનો અને તેની હિલચાલ પર નજર રાખી શકે છે અને સાથે જ તેઓ જાેખમોનું મૂલ્યાંકન કરી શકે છે અને તેમને શોધી શકે છે. સાથોસાથ ફરજ પરના લાઇફગાર્ડ્સ સાથે રીયલ ટાઈમ માહિતી શેર કરશે, જેથી તેઓ દુઃખદ ઘટનાઓને ટાળવા માટે ઝડપી પ્રતિક્રિયા આપી શકે. દ્રષ્ટિ વર્ક્સ દ્વારા વિકસિત ઓરસ રાજ્યના વિશાળ દરિયાકાંઠાના વિસ્તારનું સંચાલન કરે છે. તે દરિયાકિનારાની દેખરેખ અને ભીડ વ્યવસ્થાપનમાં મદદ કરશે.
ઓરસ એક સેલ્ફ ડ્રાઇવિંગ રોબોટ છે, જે લાઇફગાર્ડ્સને મદદ કરવા માટે વિકસિત કરવામાં આવ્યો છે, જે તરવા પર પ્રતિબંઘિત વિસ્તારોમાં વ્યાપક પેટ્રોલિંગ કરીને અને ભરતી વખતે પ્રવાસીઓને ચેતવે છે. તે વિવિધ બીચ ફરજાેમાં લાઇફગાર્ડ્સને મદદ કરવા માટે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરે છે. ઓરસ કટોકટીની પરિસ્થિતિઓમાં લાઇફગાર્ડ્સ સાથે કામ કરશે, પેટ્રોલિંગથી લઈને બહુભાષી માહિતી પૂરી પાડવા સુધી તમામ કામ આ એઆઈ રોબોટ કરી શકે છે. વધુમાં એઆઈ બૉટ ૧૦૦ કિલોગ્રામનું પેલોડ ધરાવે છે અને તેથી લોજિસ્ટિક સપોર્ટ વાહન તરીકે પણ બમણું ઉપયોગી થાય છે.
ઓરસે દરિયાકિનારે લગભગ ૧૩૦ કિલોમીટરનું અંતર કાપીને ૧૧૦ કલાકનું સ્વાયત્ત કાર્ય પૂર્ણ કર્યું છે. ઓરસ સાથે ટ્રાઇટન એઆઈ સિસ્ટમનું પ્રાથમિક ધ્યાન તરવા પર પ્રતિબંધિત વિસ્તારોનું સંપૂર્ણ એઆઈ-આધારિત મોનિટરિંગ પૂરું પાડવાનું છે. આ સાથે જ પ્રવાસીઓને જાેખમ અંગે ચેતવણી આપવી અને નજીકના લાઈફ સેવરને સૂચિત કરવું. તે દરિયાકિનારાનું વ્યાપક કવરેજ પ્રદાન કરવા માટે ઓરસ સાથે મળીને કામ કરશે.
ટ્રાઇટન નોન-સ્વિમિંગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, લાઇફગાર્ડ્સને ઓળખશે અને માહિતી ટ્રાન્સફર કરશે. તે તેમને ભરતી દરમિયાન અને જાેખમી વિસ્તારોમાં પાણીમાં પ્રવેશતા પ્રવાસીઓને ઓળખવામાં મદદ કરશે. દ્રષ્ટિ મરીનના ઓપરેશન હેડ નવીન અવસ્થીએ પીટીઆઈને જણાવ્યું કે અમે નવી ટેક્નોલોજીનો સમાવેશ કરીને લોકોની સુરક્ષાને વધુ મજબૂત કરીશું. આ અમને દરિયાકિનારા પર આવતા પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં રોકાયેલા લોકોને મદદ કરવા સક્ષમ બનાવશે, આ સિવાય તે જાેખમો ઘટાડવામાં મદદ કરશે. અવસ્થીએ કહ્યું કે સમાજ ટેક્નોલોજી પર વધુને વધુ ર્નિભર થઈ રહ્યો છે, અમે પણ આ દિશામાં મદદ લેવાનું વિચાર્યું અને આગળ વધ્યા.




















Recent Comments