fbpx
રાષ્ટ્રીય

આ દેશમાં મહિલાઓને માછલીના બદલામાં આની કરાઈ ડિમાન્ડ, દયનિય સ્થિતી સામે આવી..

ત્રણ બાળકોની વિધવા માતા કૈથરીન (બદલાવેલ નામ છે) સતત ત્રણ દિવસ સુધી મલાવી તળાવના તટ પર લુવુચીમાં માછલી પકડનારા એક કેમ્પમાં ગઈ, જેથી તે મછલી ખરીદી શકે. પણ ત્રણેય દિવસ તેને ખાલી હાથ પાછા ફરવું પડ્યું, કેમ કે, તેણે માછીમારોને માછલીના બદલામાં સેક્સ કરવાની ના પાડી દીધી હતી. વર્ષ ૨૦૧૮ની આ ઘટનાને યાદ કરતા કૈથરિન જણાવે છે કે, હું ત્રણ દિવસ સુધી તેમને ના પાડતી રહી, પણ બાદમાં મારી અને મારા બાળકોની જિંદગી બેહાલ થવા લાગી. મારે માછલી વેચવાની તાતી જરુર હતી, કારણ આવકનો એક માત્ર સોર્સ તે હતો. હવે ૪૪ વર્ષની થઈ ચુકેલી કૈથરિને અલઝઝીરા સાથે વાત કરતા જણાવ્યું કે, ચોથા દિવસે હું ફરી પાછી કિનારે ગઈ.

આ વખતે માછીમારોએ માછલીના બદલામાં સેક્સની માગ કરી તો, હું ના પાડી શકી નહીં. મલાવી સરકાર તરફથી ૨૦૨૧ના વાર્ષિક આર્થિક રિપોર્ટ અનુસાર, માછલી પકડવી અને વેચવાથી દેશમાં ૫૦,૦૦૦થી વધારે લોકોને રોજગાર મળે છે અને દેશમાં સકલ ઘરેલૂ ઉત્પાદ (ય્ડ્ઢઁ)માં તેની ચાર ટકાની ભાગીદારી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હાલના વર્ષોમાં વધારે માછલી પકવા અને જળવાયુ પરિવર્તનના કારણે માછલીઓની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે. ઉત્તરી મલાવીમાં આવેલ મઝુઝુ વિશ્વવિદ્યાલયમાં મત્સ્ય પાલન અને જળીય વિજ્ઞાનના એસોસિએટ પ્રોફેસર ફૈનુઅલ કપુતનું કહેવું છે કે, આ કારણે મલાવીના એ જિલ્લામાં માછલીના બદલામાં સેક્સનું ચલણ શરુ થયું છે, જે તળાવ કિનારે આવેલા છે. આ વિસ્તારના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત માછલી પકવાનું અને તેને વેચવાનું છે. આ ચલણ ખાસ કરીને તે વિસ્તારમાં વધારે છે, જ્યાં માછીમારો માછલી ખરીદનારી મહિલાઓ ગરીબ છે.

તેમણે કહ્યું કે, નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં માછલીના બદલામાં સેક્સનું ચલણ ખૂબ વધી જાય છે. આવું એટલા માટે કેમ કે આ દરમ્યાન માછલી ખૂબ ઓછી મળે છે અને લોકોની વચ્ચે હરીફાઈ વધારે હોય છે. ૨૦૧૨થી માછીમારીનું કામ કરી રહેલા ફ્રેંક નખાનીએ દાવો કર્યો છે કે, તેમણે ક્યારેય માછલી માટે મહિલાઓે પાસેથી સેક્સની માગ નથી કરી. જાે કે તેમણે એ જરુર કહ્યું કે, લુવુચીમાં કેટલાય એવા માછીમારોને જાણે છે જે આવું કરે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, અમુક મહિલા ખુદ પણ માછીમારોને માછલીના બદલામાં પૈસાની જગ્યાએ સેક્સ ઓફર કરે છે.

તેમણે કહ્યું કે, અમુક મહિલાઓ પાસે બિલ્કુલ પણ પૈસા નથી હોતા, એટલા માટે તેઓ કહે છે કે, મછલીના બદલામાં પૈસાની જગ્યાએ સેક્સ કરો. મલાવીમાં આ ટ્રેંડ ચુપચાપ ચાલી રહ્યો છે અને તેના મોટા ભાગના કેસ નોંધાતા નથી. આ કારણે માછલી માટે સેક્સમાં સામેલ માછીમારો અને માછલી વેચતી મહિલાઓની સંખ્યાનો રેકોર્ડ જાણવો અઘરુ છે. રુમ્ફી જિલ્લાના માત્સ્યિકી વિભાગમાં કામ કરનારા ઓથનીલ ડુવેનું કહેવું છે કે, આ પ્રથાએ મહિલાઓ અને માછીમારોને એચઆઈવી અને એઈડ્‌સના ખતરામાં નાખી દીધા છે. તેઓ કહે છએ કે, અમુક માછીમારો માછલી પકડવા માટે પોતાના કેમ્પસને બદલતા રહે છે, ત્યારે આવા સમયે જાે તે વાયરસથી સંક્રમિત છે, તો બીજા કેમ્પના લોકો પણ તેનાથી સંક્રમિત થશે.

Follow Me:

Related Posts